GSTV
Home » News » આ બાળકની પ્રતિભાને સલામ, રાષ્ટ્રગીત ગાઈને જીત્યુ લોકોનું દિલ – વાયરલ થયો વીડિયો

આ બાળકની પ્રતિભાને સલામ, રાષ્ટ્રગીત ગાઈને જીત્યુ લોકોનું દિલ – વાયરલ થયો વીડિયો

તાજેતરમાં, આપણે આપણે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે. આ રાષ્ટ્રીય પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે, એક વીડિયો વાયરલ થઈ રહ્યોં છે જેણે દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. એવું બન્યું કે અરુણાચલ પ્રદેશમાં એક નાના બાળકે રાષ્ટ્રગીત ‘જન-ગણ-મન’ ગાવ્યું અને હવે આ બાળકની પ્રશંસા થઈ રહી છે.

તેમ છતાં આ નાનું બાળક રાષ્ટ્રગીત ગાયાના સમયથી થોડીક પંક્તિઓમાં ગડબડ થઈ પરંતુ ‘જન-ગણ-મન’ ગાતા હોય તેવા જુસ્સા અને સાચા હૃદય ધરાવતા છોકરાના બધે જ વખાણ થઈ રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે રાષ્ટ્રગીત ગાતી વખતે તે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવાનું ભૂલતો નથી.

આ નાનકડા બાળકનો વીડિયો હવે ફેસબુક અને ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોની પ્રશંસા કરી રહ્યાં છે. ટ્વિટર પર અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને લગભગ 1700 લોકો તેને લાઈક્સ કરી ચૂક્યા છે. આ 45 સેકંડનો વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક નાનો બાળક સંપૂર્ણ ઉત્સાહ અને મનથી રાષ્ટ્રગીત ગાઇ રહ્યો છે.

વીડિયો પર હવે તમામ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ યુવાની દેશભક્તિ અને ગીત ગાવાની રીતથી ખુબ જ પ્રભાવીત થયા છે.

આ બાળકને આટલી ઓછી ઉંમરમાં રાષ્ટ્રગીત ગાતા જોઈ દરેક લોકો પ્રભાવિત થયા છે. જણાવી દઈએ કે 15 ઓગ્ષ્ટના મોકા પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગા લહેરાવ્યો.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!