ગર્ભવતી મહિલાને બચાવવા આ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દોડ્યા, આખરે સેના પણ આવી મદદે

અરુણાચલ પ્રદેશના તવાંગમાં એક મહિલા લેબર પેઈનને કારણે કણસી રહી હતી અને તેને ડોક્ટરની પાસે લઈ જવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. મહિલાને બહાર હોસ્પિટલમાં લઈ જવાની કોશિશ કરવામાં આવી હતી. પંરતુ માર્ગમાં ઘણી મુશ્કેલીઓ સામે આવી હતી. તવાંગથી ગૌહાટી વચ્ચે કોઈ હેલિકોપ્ટર સેવે આગામી ત્રણ દિવસ માટે ઉપલબ્ધ નહીં હોવાની જાણકારી મળતા મુસીબતમાં વધારો થયો હતો. તવાંગના ધારાસભ્ય દ્વારા અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડૂને ઘટનાની જાણકારી આફવામાં આવી હતી.

પરંતુ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ નહીં હોવાને કારણે તેઓ લાચાર હતી. મુખ્યપ્રધાન અને ધારાસભ્ય વચ્ચેની વાતચીત અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ રિટાયર બ્રિગેડિયર બી. ડી. મિશ્રાએ સાંભળી લીધી હતી. તેમણે તાત્કાલિક મદદ માટે હાથ લંબાવ્યો અને પોતાના હેલિકોપ્ટર દ્વારા મહિલાને હોસ્પિટલમાં ખસેડવા માટે મહિલાના પતિ સાથે ઈટાનગર જવા નીકળી ગયા હતા.

હેલિકોપ્ટરને ઈંધણ ભરવા માટે આસામના તેજપુરમાં રોકાવું પયું હતું અને અહીં વધુ એક મુશ્કેલી સામે આવી હતી. હેલિકોપ્ટરમાં થોડી ખામી આવી ગઈ હતી અને ઉડાણ ભરવી શક્ય ન હતી. રાજ્યપાલ બી. ડી. મિશ્રાએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે તેજપુર ખાતેના એરફોર્સ સ્ટેશનને નિવેદન કર્યું હતું.

એરફોર્સના અધિકારીઓએ વિના વિલંબે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. મહિલા અને તેના પતિને ઈટાગનર પહોંચાડયા હતા. રાજ્યપાલ બી. ડી. મિશ્રાને જ્યારે ખબર પડી કે મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. ત્યારે તેમણે માતા અને બાળક માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter