GSTV

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

પૂર્વ નાણામંત્રી અને બીજેપીનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું શનિવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમાપી બાદ બપોરે 12 વાગીને 7 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા. અરૂણ જેટલીને થોડા સમય પહેલાં શ્વાસ લેવામાં પડી રહેલી મુશ્કેલીને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં લાંબા સમયથી એક બિમારી સામે લડી રહ્યા હતા. તેને કારણે તેમણે લોકસભા ચૂંટણી 2019માં બીજેપીને મળેલી પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંત્રિમંડળમાં સામેલ ન કરવાનો આગ્રહ કર્યો હતો.

મંત્રિમંડળમાં સામેલ ન કરવા માટે પત્ર લખ્યો હતો

જેટલીએ પત્રમાં લખ્યુ હતુકે, 18 મહિનાથી મારુ સ્વાસ્થ્ય ખરાબ ચાલી રહ્યુ છે. મે ચૂંટણી પ્રચારની દરેક જવાબદારીઓને નિભાવી છે. હવે હું મારા સ્વાસ્થ્ય અને ઈલાજ પર ધ્યાન આપવા માંગુ છું, વાસ્તવમાં તેમને એપ્રિલ 2017માં એઈમ્સમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓ ડાયાલિસિસ પર હતા. ત્યારબાદ 14 મે, 2018માં ફી તેમણે નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

કિડની ટ્રાન્સપ્લાંટ બાદ થયું સોફ્ટ ટિશ્યૂ સરકોમા

કિડની ટ્રાંસપ્લાન્ટ બાદ અરૂણ જેટલીને ડાબા પગમાં રેયર કેન્સર (સોફ્ટ ટિશ્યૂ સરકોમા) થયુ હતુ. તેમને તેના ઈલાજ માટે જાન્યુઆરી 2019માં અમેરિકા જવું પડ્યુ હતુ, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં તેમના અમુક ફોટો વાયરલ થયા હતા. જેમાં તેઓ ઘણા નબળા દેખાઆ રહ્યા હતા. વાસ્તવમાં બીજેપીમાંથી રાજ્યસભા સદસ્ય સ્વપ્ન દાસ ગુપ્તા કેન્સરનો ઈલાજ કરાવીને પાછા ફરેલાં જેટલીની મુલાકાત કરી હતી. આ દરમ્યાન જેટલીએ તેમને પોતાની પુસ્તક આપી હતી મુલાકાત બાદ સ્વપ્નદાસ ગુપ્તાએ ટ્વીટમાં એક ફોટો શેર કર્યો હતો. જેટલીનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. ત્યારબાદ તેઓ લોકસભા ચૂંટણી 2019માં પ્રચાર અભિયાનમાં સાર્વજનિક મંચો પર પણ દેખાયા હતા.

ટ્યૂમરના રૂપમાં વિકસિત થાય છે આ રેર કેન્સર

સોફ્ટ ટીશ્યુ સારકોમા દુર્લભ કેન્સર છે. આ ત્યારે થાય છે,  જ્યારે કોશિકાઓ ડીએનએની અંદર વિકસિત થવાનું શરૂ કરે છે. તે કોશિકાઓમાં ગાંઠ તરીકે વિકાસ પામે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે. આ રોગ શરીરના કોઈપણ ભાગને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને ખભા અને પગને વધારે પ્રભાવિત કરે છે. તેને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. આ સિવાય, તેની સારવાર રેડિયેશન અને કીમોથેરાપી દ્વારા પણ શક્ય છે, પરંતુ તે કદ, પ્રકાર અને સ્થાન પર આધારિત છે.

ગેસ્ટ્રિક બાયપાસ અને હાર્ટ સર્જરી કરાઈ હતી

સપ્ટેમ્બર 2014 માં, ડાયાબિટીઝ મેનેજ કરવા માટે જેટલીએ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. તે જ સમયે, તેનું હૃદય સંબંધિત ઓપરેશન પણ 2005માં કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જેટલીને મળવા માટે એમ્સ પહોંચ્યા હતા. મોદી-શાહ સિવાય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ તેમના આંદોલન વિશે જાણવા એઈમ્સ ગયા હતા.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!