GSTV

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

મોદી સરકારના સંકટમોચક ગણાતા અરૂણ જેટલીનું 67 વર્ષે લાંબી બીમારી બાદ નિધન થયું છે. જેટલી નખશીખ રાજકારણી ન હતા પરંતુ રાજકીય સૂઝબૂઝ સારી હતી. અને તેથી જ જેટલીએ પોતાના જીવનકાળમાં નાણા મંત્રાલય, કોર્પોરેટ બાબતનું મંત્રાલય, સુચના તેમજ પ્રસારણ મંત્રાલય, કાયદા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

વર્ષ 2009થી 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે પણ કાર્ય કર્યુ હતું. સીએ બનવા માગતા જેટલીએ અંતે પોતાના પિતાના વ્યવસાયને જ પસંદ કર્યું અને વકીલ બન્યા હતા. જેટલી વકીલ તરીકે પણ સફળ રહ્યાં અને તેઓ સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. આ ઉપરાંત જેટલીને ક્રિકેટ પ્રત્યે પણ ખાસ લગાવ હતો.

રાજનીતિમાં સક્રિયતાની સાથે ક્રિકેટ સાથે હંમેશા જોડાયેલા રહ્યાં. તેઓ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પદે રહ્યાં. 2014માં આઈપીએલ સ્પોટ ફિકસિંગ બાદ તેઓએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. આ ઉપરાંત દિલ્હી ક્રિકેટ સંઘ એટલે કે ડીડીસીએ સાથે પણ જોડાયેલાં રહ્યાં. તેઓ સૌથી લાંબા સમય સુધી ડીડીસીએના અધ્યક્ષ પદે રહ્યાં હતા. જેટલી 14 વર્ષ સુધી ડીડીસીએના પ્રમુખ પદે સક્રિય રહ્યાં. જેટલીના કાર્યકાળમાં દિલ્હી ક્રેકિટને અનેક સુવિધાઓ મળી જેમાં વિશ્વ સ્તરીય ક્રિકેટ સ્ટેડિયમ પણ સામેલ છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!