GSTV
Home » News » અરૂણ જેટલીનો ગુજરાત સાથે છે અનોખો સંબંધ, મોદીએ પણ સાચવ્યા હતા

અરૂણ જેટલીનો ગુજરાત સાથે છે અનોખો સંબંધ, મોદીએ પણ સાચવ્યા હતા

અરૂણ જેટલી મોદી સરકારની પહેલી ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક હતા. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર હતા. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે લગભગ બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો છે. આ સિવાય અરૂણ જેટલી ગુજરાતના વેવાઈ પણ છે. જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ભાજપના નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે.

અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડ્યા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યાર બાદ તેઓએ 2006થી 2012 અને 2012થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં મજબૂતીથી ઉભા રહ્યા અને મોદીનું મુખ્યમંત્રી પદ પણ બચી ગયું હતું. આ ઘટના બાદ મોદી અને અરૂણ જેટલી એકબીજાની વધુ નજીક આવ્યા.

વર્ષ 2002થી 2013 સુધીમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ બની. જેમાં સોહરાબુદ્દીન અને ઈશરતજહાં ફેક એન્કાઉન્ટર કેસમાં પણ જેટલી અમિત શાહ અને મોદીની પડખે રહ્યાં. માત્ર એટલું જ નહીં, મીડિયામાં પણ તેઓ અનેકવાર મોદી-શાહનો બચાવ કરતા જોવા મળ્યા. તેની સાથે સાથે કાયદાકીય મદદ પણ કરી. મોદી અને શાહના સપોર્ટમાં જેટલીએ 27 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અરૂણ જેટલીએ તત્કાલીન યુપીએ સરકાર પર તપાસ એજન્સીનો દૂરઉપયોગ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પત્રમાં જેટલીએ હરેન પંડ્યા હત્યા કેસથી લઈ સોહરાબુદ્દીન અને ઈશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસ દ્વારા બીજેપીના સંબંધિત નેતાઓને ફસાવવાનો આરોપ મુક્યો હતો.

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાદી છોડીને દિલ્હીની ગાદી સંભાળી ત્યારે દિલ્હી માટે તેઓ આઉટસાઈડર હતા. મોદી ભલે ગુજરાતના ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય પણ તેઓ એક વાત સારી રીતે જાણતા હતા કે, દિલ્હી ગાંધીનગર નથી. અહીંની રીત-ભાત અને રંગ કંઈક અલજ છે. જેથી મોદીને પોતાની કેબિનેટમાં એક એવા વ્યક્તિની શોધ હતી જે દિલ્હી અને લુટિયન્સ ઝોનની રગેરગથી વાકેફ હોય. આ શોધ અરૂણ જેટલીમાં પુરી થઈ હતી. જેટલી એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!