GSTV

અરૂણ જેટલીનું 67 વર્ષની ઉંમરે થયુ નિધન, રવિવારે નિગમબોધ ઘાટમાં કરાશે અંતિમ સંસ્કાર

એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. આવતી કાલે સવારે 10 વાગ્યે ભાજપના કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જે  બાદ નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેટલીના નિધન બાદ મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં નાણામંત્રીનો કાર્યભાર સંભાળનારા અરૂણ જેટલીનું નિધન થયુ છે. તેમણે શનિવારે બપોરે 12 વાગીને 7 મિનીટે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેટલી એઈમ્સમાં પાછલા ઘણા દિવસોથી દાખલ થયેલાં હતા. વિશેષજ્ઞ ડોક્ટરોની એક ટીમ તેમનો ઈલાજ કરી રહી હતી.

તેમના નિધન બાદ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા એઈમ્સ પહોંચ્યા હતા. જ્યારે જેટલીનાં નિધનના સમાચાર સાંભળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ તેમની હૈદરાબાદની મુલાકાત ખત્મ કરી છે. પૂર્વ નાણામંત્રીનું નિધન એવા સમયે થયુ છે. જ્યારે પીએમ મોદી આ સમયે વિદેશ યાત્રાએ છે. રિપોર્ટ મુજબ જેટલીના પરિવારે પ્રધાનમંત્રીને અપીલ કરી છેકે, તેઓ પોતાની વિદેશ યાત્રા રદ્દ ના કરે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!