GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

હું નાણાં પ્રધાન બનવા સક્ષમ નથી, અન્યને જવાબદારી સોંપો : અરુણ જેટલીનો પીએમ મોદીને પત્ર

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી કે,  18 મહિનાથી મારી તબીયત ખરાબ છે જેથી મને પ્રધાન પદ આપવામાં ન આવે. જેથી નવી સરકારમાં મને કોઈપણ પ્રકારની જવાબદારી આપવામાં ન  આવે.  એ વાત માટે સન્માન જનક છે કે, છેલ્લા પાંચ વર્ષમાં એ સરકારનો ભાગ બન્યો જેનું નેતૃત્વ પીએમ મોદીએ કર્યુ. આ પહેલા એનડીએની સરકારમાં અને અનેક જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમણે કહ્યુ કે, વિપક્ષ અને સત્તા પક્ષ દરમ્યાન દેશને વિકાસના રસ્તા પર લઈ જવાની તક મળી. હવે હું મારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છુ છુ.

 મહત્વપૂર્ણ છે કે,  લોકસભામાં ભાજપની જીત બાદ તેઓ ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલા વિજયોત્સવમાં પણ ગેરહાજર રહ્યા હતા. છેલ્લા બે સપ્તાહથી તેઓ જાહેર જીવનથી દૂર છે. પરંતુ તેઓ સતત બ્લોગ લખી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહ્યા છે. જેટલી એક દિવસ માટે  એઈમ્સમાં પણ સારવાર લઈ ચુક્યા છે. ત્યારે જેટલીની ગેરહાજરી બાદ નવી સરકારમાં પિયૂષ ગોયલને નાણા મંત્રાલયની જવાબાદી સોંપવામાં આવી શકે છે. કેમ કે, જેટલીની ગેરહાજરીમાં તેમણે મોદી સરકારના પહેલા શાસનકાળમાં અંતરીમ બજેટ રજૂ કર્યુ હતુ.

Read Also

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!