GSTV

બિહારમાં લાલુ-રાબડીના શાસનનો અંત લાવનારની નીતિશ સરકાર બનાવશે આદમકદની મૂર્તિ

બિહારમાં એનડીએ સરકારના ગઠનમાં અને લાલુ-રાબડી શાસનના અંતમાં પૂર્વ નાણા મંત્રી અરૂણ જટેલીની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે તેમના નિધન બાદ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અરૂણ જેટલીની આદમકદની પ્રતિમા પટનામાં લગાવવાની જાહેરાત કરી છે.

આટલું જ નહીં તેમના જન્મદિવસને રાજકીય સમારંભ તરીકે પણ મનાવવામાં આવશે તેમ કહ્યું છે. પટનામાં એનડીએ દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નીતિશ કુમારે બિહારમાં એનડીએ સરકરાના ગઠનમાં તેમની ભૂમિકાની ચર્ચા કરતા તેમની સાથે તેમના સંબોધો પણ મમળાવ્યા હતા.

ખાસ કરીને બિહારમાં ભાજપના પ્રભારી બન્યાં અને વિધાનસભાની બે ચૂંટણી થઈ જેમાં તેમની ભૂમિકા કોઈ નહીં ભુલી શકે. નીતિશ કુમારે વિપરીત પરિસ્થિતિઓમાં સ્થિતિને સંભાળવામાં અરૂણ જેટલીની તુલના પ્રખ્યાત સમાજવાદી મધુ દંડવતે સાથે કરી હતી.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!