GSTV
Home » News » અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

આજે અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યા. પણ તેમની યાદો હંમેશાં લોકોના દિલમાં જીવંત રહેશે. સૌમ્ય મિજાજી ચહેરો અને પ્રવક્તા તરીકે તેમના વક્તવ્યમાં જણાતી વિદ્રતા તેમને અન્ય રાજકારણીઓ કરતા અલગ બનાવતી હતી. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે અરૂણ જેટલી શાયરાના મિજાજ ધરાવતા હતા.

તેઓ જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે તેમના શાયરાના અંંદાજનો પરિચય પક્ષ સહિત વિપક્ષને પણ રહેતો હતો. રાજ્યસભાથી લઈને લોકસભા સુધી તેઓ પોતાની શાયરીઓ દ્રારા ઉપસ્થિત નેતાઓનું દિલ જીતી લેતા હતા.

2015માં બજેટ દરમિયાન જેટલીએ એક એવી શાયરી સંભળાવી હતી જેના કારણે વિપક્ષ સહિત પોતાની ટીમનું પણ તેમના ચહેરા અને બોલવા પર ધ્યાન કેન્દ્રિત થઈ ગયું હતું. એ શાયરી નીચે મુજબ હતી.

कुछ तो फूल खिलाये हमने 
और कुछ फूल खिलाने हैं
मुश्किल ये है बाग में 
अब तक कांटें कई पुराने हैं.

જેટલીની અન્ય એક શાયરી 2016ના બજેટ વખતે સાંભળવા મળી હતી. વર્ષ 2016માં બજેટ રજૂ કરતી વખતે જેટલીએ કરેલી શાયરી હતી…

कश्ती चलाने वालों ने जब हार कर दी पतवार हमें
लहर लहर तूफान मिलें और मौज-मौज मझधार हमें
फिर भी दिखाया है हमने और फिर ये दिखा देंगे सबको
इन हालातों में आता है दरिया करना पार हमें

તો વર્ષ 2017ના બજેટમાં પણ તેમનો શાયરાના અંદાજ જોવા મળ્યો હતો.

इस मोड़ पर घबरा कर न थम जाइए आप
जो बात नई है अपनाइए आप
डरते हैं क्यों नई राह पर चलने से आप
हम आगे आगे चलते हैं आइए आप

પુસ્તકોના શોખીન એવા અરૂણ જેટલી પાસે કાયદાની સાથે સાથે શાયરીની પુસ્તકો પણ રહેતી હતી. એક સારા વકિલ હોવા ઉપરાંત એક સારા રાજનીતિજ્ઞ પણ હતા. તેમના જીવનના એક નહીં અનેક પહેલું હતા.

READ ALSO

Related posts

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

પાણીમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવો પડ્યો બહુ મોંઘો, થઈ એવી દુર્ઘટના કે, ક્યારેય ભૂલી નહીં શકે છોકરી

NIsha Patel

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!