સારી સ્વાસ્થ્ય સુવિધા માટે કેન્દ્ર, રાજ્ય મળીને કામ કરે

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ગુરૂવારે કહ્યું કે લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા માટે અને સંસાધનોના સારા પ્રયોગ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે આવવાની જરૂર છે. જેટલીએ કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) તરફથી આયોજીત 15મા સ્વાસ્થ્ય સંમેલનમાં કહ્યું, “અમે આયુષ્માન ભારત પરિયોજના ચલાવી રહ્યાં છે, જ્યારે રાજ્યોની પાસે પણ પોતાની પરિયોજનાઓ છે. કેન્દ્ર અને રાજ્યોએ પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓને એકબીજાની સાથે મિલાવવી જોઈએ તેથી મળેલા સંસોધનોથી દર્દીઓને લાભ મળવાનું શરૂ થઈ શકે.”

રાજ્યોએ પણ સામે આવવુ જોઈએ

તેમણે કહ્યું, જો આપણી પાસે એક કેન્દ્રીય સંસ્થા હશે, તો આ નિશ્ચિત રૂપથી કલ્યાણકારી મુદ્દા છે. જો એક કેન્દ્રીય સંસ્થા સામે આવે છે તો બધા રાજ્યોએ પોતાના નાગરિકોને ફાયદો પહોંચાડવા માટે ઉભુ થવુ જોઈએ. જો આ જીએસટી માટે થઈ શકે છે તો પછી સ્વાસ્થ્ય સુવિધા ક્ષેત્ર માટે ઓછી અડચણો હોવી જોઈએ. નાણાં પ્રધાને કહ્યું કે કેન્દ્ર દરેક વર્ષે સ્વાસ્થ્ય સુવિધાના ક્ષેત્રની રકમ વધારે છે પરંતુ રકમનો યોગ્ય કાર્યાન્વયનનો પ્રશ્ન બનેલો છે.

ઘણાં રાજ્ય આપી રહ્યાં નથી પ્રાથમિકતા

તેમણે કહ્યું, “કેન્દ્રીય મહેસૂલ વધારવામાં આવ્યું છે. અમારી પાસે રકમ છે, પરંતુ ચેલેન્જ તેના કાર્યાન્વયનને લઈને છે. જોકે, સ્વાસ્થ્ય રાજ્ય સરકારોના ડોમેનમાં પ્રમુખતાની સાથે બનેલુ છે, તેમ છતાં ઘણાં રાજ્યોમાં આ સર્વોચ્ચ પ્રાથમિકતા પર નથી. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી ત્રણ સ્વાસ્થ્ય સુવિધા સંસ્થા બનાવવામાં આવી છે અને રાજ્યોને સંભાળવા માટે આપી છે.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter