GDP વિવાદ પર નાણા મંત્રી અરૂણ જેટલીનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું- પહેલા વખાણ કર્યા અને હવે વિરોધ

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ નવી સીરિઝના જીડીપી ડેટા જાહેર થવા મામલે કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા શાબ્દિક હુમલાનો જવાબ આપ્યો છે. જેટલીએ કહ્યુ છે કે કોંગ્રેસ વિરોધાભાસી વાતો કહી રહી છે. જ્યારે નવા માપદંડો પરક જીડીપી ડેટાની નવી સીરિઝ શરૂ થઈ હતી. ત્યારે યુપીએ સરકારના કાર્યકાળના છેલ્લા બે દિવસો પણ સામેલ કરાયા હતા. ત્યારે બંને વર્ષોમાં પહેલાના મુકાબલે જીડીપી ડેટામાં વધારો નોંધાયો હતો. તે વખતે કોંગ્રેસ પાર્ટીઓ પોતાની પીઠ થપથપાવી હતી અને કહ્યું હતું કે તેમની સરકારે દેશની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ગતિ આપી હતી.

હવે જ્યારે તે જ માપદંડો પર આખા કાર્યકાળનું આકલન કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસના નેતાએ પોતે જેના ક્યારેક વખાણ કર્યા હતા તેવા મામલે સવાલ ઉઠાવ્યા છે. નવી પદ્ધતિ વૈશ્વિક માપદંડો પર આધારીત હોવાનું જણાવીને જેટલીએ કહ્યુ છે કે જીડીપી ડેટાની નવી સીરિઝનું આકલન વિશ્વના સૌથી સારા માપદંડ પ્રમાણે કરવામાં આવ્યું છે. જેટલીએ કહ્યુ છે કે સીએસઓએ ફેબ્રુઆરી-2015માં નવી ફોર્મ્યુલા પર જીડીપી સીરિઝ બનાવી હતી. નવી સીરિઝમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ માપદંડોને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી નવી જીડીપી સીરિઝ લાગુ કરાઈ છે.

તે વખતે જ્યારે તેને લાગુ કરવામાં આવી હતી. ત્યારે યુપીએની સરકારના બે આખરી વર્ષ બાકી બચ્યા હતા. તે બે વર્ષોની જીડીપી આ સીરિઝ હેઠળ આવી છે. ત્યારે નવી સીરિઝમાં જીડીપી ગ્રોથ ઉપર રાખવામાં આવ્યો હતો. આ યુપીએ માટે એક ગર્વનો વિષય હતો અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક જ સ્કેલ પર જીડીપીની સરખામણીનો ઉદેશ્ય હોવાનું જણાવીને જેટલીએ કહ્યુ છે કે કોંગ્રેસની પ્રતિક્રિયા બેજવાબદાર છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter