GSTV

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં  સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી. જેથી તેઓ એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમણે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષની વયે જેટલીનું નિધન થતા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. છેલ્લા એક માસમાં ભાજપના બે મોટા નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીનું નિધન થયુ છે.  તેમને નવ ઓગસ્ટના રોજ એઈમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર્સ તેમનો ઇલાજ કરી રહ્યા હતા. તેઓ શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, લાંબી બિમારી બાદ તેમણે  દુનિયાને અલવિદા કર્યુ છે. આ સાથે જ અરૂણ જેટલીની રાજકીય કારકિર્દી પર એક નજર કરવામાં આવે તો…

1977માં વકિલ તરીકે કારકિર્દીનો પ્રારંભ

અરૂણ જેટલી ભારતના જાણીતા વકિલ હતા. 1987માં તેમણે વકિલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પોતાની વકિલ તરીકેની કારકિર્દીમાં તેમણે કોકા કોલા કંપની અને પેપ્સિકોનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમની ઓળખ એક નાણામંત્રી તરીકેની છે. પણ કાયદાકીય મામલાઓ સાથે સંલગ્ન એવા ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. જૂન 1998માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

એક હોશિયાર વિદ્યાર્થી

અરૂણ જેટલી પોતાના કોલેજકાળ દરમિયાન એક હોશિયાર વિદ્યાર્થીની છાપ ધરાવતા હતા. તેમણે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી વાણિજ્ય શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. જે પછી દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

જનસંઘમાં થયા સામેલ

કોલેજ દરમ્યાન તેઓ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં છાત્ર સંઘના સ્નાતક બન્યા હતા. કટોકટી દરમિયાન તેઓ જેલ પણ ગયા હતા. જેલથી બહાર આવ્યા પછી અરૂણ જેટલી જનસંઘ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દિલ્હી વિસ્તારના અધ્યક્ષ બન્યા હતા. બાદમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અખિલ ભારતીય સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

યુવા વિંગના અધ્યક્ષ

1980માં જ્યારે ભાજપ પાર્ટી બની ત્યારે અરૂણ જેટલીને યુવા વિંગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1980 અને 1990ના દાયકામાં જ્યારે અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપ જ્યારે મુખ્યધારાની પાર્ટી બનવા તરફ ગતિ કરી રહી હતી, એ સમયે અરૂણ જેટલી ભાજપની યુવા બ્રિગેડને પરિપક્વ રાજનીતિજ્ઞમાં બદલવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા.

સોલિસિટર જનરલ બન્યાં

1989માં વિશ્વનાથ પ્રતાપ સિંહની તત્કાલીન સરકારમાં અરૂણ જેટલીને સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે બોફર્સ સ્કેમમાં તપાસની કાર્યવાહી પણ કરી હતી.

વાજપેયીના ફેવરિટ

1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકાર બની ત્યારે અરૂણ જેટલીને કાયદા અને ન્યાય સાથે સૂચના અને પ્રસારણના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેટલી અટલ બિહારી વાજપેયીના સૌથી ભરોસાપાત્ર કાર્યકર્તા તરીકે કામ કર્યું હતું. એ કારણે જ તેમને એક વર્ષ બાદ કેબિનેટ મંત્રીના પદ પર નિયુક્તિ કરવામાં આવી હતી.

એક વ્યક્તિ એક પદ

અરૂણ જેટલીને વર્ષ 2002થી 2004 દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009માં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ તેમણે પોતાની પાર્ટીના એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતને માનતા મહાસચિવ પદથી રાજીનામું આપ્યું હતું. 2002માં ગુજરાત વિધાનસભામાં જ્યારે નરેન્દ્ર મોદી જીત્યા ત્યારે અરૂણ જેટલી યોજનાકાર હતા. એપ્રિલ 2012માં રાજ્યસભાના ત્રીજા કાર્યકાળમાં તેઓ ફરી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અમરિન્દર સિંહ સામે કરવો પડેલો હારનો સામનો

2014માં લોકસભા ચૂંટણીમાં જેટલી પહેલી વાર કોઈ ઉમેદવાર તરીકે નજર આવ્યા હતા. તેમણે અમૃતસરમાં કેપ્ટન અમરિન્દર સિંહ સામે ચૂંટણી લડી હતી જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!