GSTV
Home » News » યાદોમાં રહી અનંતમાં વિલીન થયા અરૂણ જેટલી, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિદાઈ

યાદોમાં રહી અનંતમાં વિલીન થયા અરૂણ જેટલી, રાજકીય સન્માન સાથે કરાઈ અંતિમ વિદાઈ

પૂર્વ કેન્દ્રિય પ્રધાન, પીએમ મોદીના મિત્ર, ભાજપના સંકટ મોચક, ભારતના રાજનીતિજ્ઞ, કુશળ વક્તા અને પ્રખર રણનીતિકાર એવા અરૂણ જેટલી અંતિમ સફરે નીકળી ગયા છે. તેઓ માત્ર પોતાના પરિવારજનો નહી.,ભારતીય જનતા પાર્ટીના નેતાઓ  સેંકડો કાર્યકરો અને સમર્થકોની યાદમાં વસીને અનંત સફરે ચાલ્યા છે. ત્યારે તેઓએ કરેલી કામગીરી સૌ કોઈ યાદ કરી રહ્યા છે.

શનિવારે બપોરે 12 કલાક 7 મિનિટે એઈમ્સમાં અંતિમ શ્વાસ લેનારા જેટલીનો પાર્થિવદેહ પંમચમહાભૂતમાં વિલિન થયો છે. ત્યારે તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં મોટો શૂન્યાવકાશ છવાયો છે. જેટલીના અંતિમ દર્શનાર્થે તેમના નિવાસ સ્થાને નેતાઓ અને સમર્થકો પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય ખાતે પણ સેંકડો કાર્યકરો અને નેતાઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તેમની અંતિમ સફર દરમાયાર જે પણ રસ્તાથી પાર્થિવ દેહ પસાર થયો ત્યાં અરૂણ જેટલી અમર રહોના લોકો નારા લગાવતા જોવા મળ્યા હતા. કોઈ રસ્તા પર, કોઈ ઘરની અગાશી કે ટેરેસ ઉપરથી જેટલીના પાર્થિવ દેહની એક ઝલક જોઈને શિશ ઝુકાવતા જોવા મળ્યા હતા.

અને દિલ્લીના નિગમ બોધ ઘાટ ખાતે જ્યાં તેમના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. અને તેઓને મુખાગ્નિ અપાતા તેઓ અનંત સફરે ચાલ્યા ગયા છે. જોકે આજે પણ તેઓ તેમની કામગીરી, તેમના વિચારો, તેમના બેજોડ લેવાયેલા નિર્ણયોના કારણે યાદ રહેશે.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!