GSTV

પોતાના બાળકો માટે આટલા કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે અરૂણ જેટલી

અરૂણ જેટલી જેટલાં સારા નેતા અને વક્તા હતા તેટલા જ ચર્ચિત વકીલ પણ હતા. વકીલાતમાં અરૂણ જેટલીને નામ, દામ, ધન, શોહરત ઘણાં મળ્યા. જેટલીના નિધન બાદ તેઓ પોતાની પત્ની અને બંને બાળકો માટે કરોડો રૂપિયાની સંપત્તિ અને રાજકીય વારસો છોડીને ગયા છે.

2018માં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ તે સમયે અરૂણ જેટલીએ પોતાની સંપત્તિની પણ જાણકારી આપી હતી. જે મુજબ દિલ્હી નજીક ફરીદાબાદમાં તેમનો એક પ્લોટ છે જેની વર્તમાન બજાર કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે. જેટલીની પાસે દિલ્હીના નહેરૂ પ્લેસ માર્કેટમાં પણ એક પ્લોટ છે જે તેઓએ 10 લાખ 40 હજાર રૂપિયામાં લીધો હતો.

અરૂણ જેટલીની અન્ય અચલ સંપત્તિઓની વાત કરીએ તો તેમની પાસે હરિયાણાના ગુરુગ્રામમાં એક ફ્લેટ છે, જેની હાલની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. અરૂણ જેટલીની પાસે દિલ્હીના નઝફગઢમાં પણ એક મકાન છે જેની બજાર કિંમત 2 કરોડ 87 લાખ 52 હજાર રૂપાય છે.

ગાડીઓના શોખીન અરૂણ જેટલીની પાસે ત્રણ મોંઘી ગાડીઓ છે જેની કિંમત કરોડોમાં છે. જેમાં ટોયટા ફોર્ચ્યુનર (2011) કાર છે જેની કિંમત 23 લાખ 28 હજાર રૂપિયા છે. જ્યારે તેમની પાસે એક મર્સિડીઝ (2012) છે જેની કિંમત 71 લાખ પચાસ હજાર રૂપિયાની આસપાસ છે. તો તેઓએ 2017માં વધુ એક મર્સિડીઝ કાર ખરીદી હતી જેની કિંમત 72 લાખ 83 હજાર રૂપિયા છે.

અરૂણ જેટલીના પરિવારની પાસે 3 કિલોથી વધુ સોનાના ઘરેણાં છે જેની કિંમત 82 લાખ 28 હજાર રૂપિયાની આસપાસ છે. આ ઉપરાંત તેમની પાસે 15 કિલો ચાંદી પણ છે જેની કિંમત 6 લાખ રૂપિયાથી વધુ છે.  જેટલીના પરિવારની પાસે 45 લાખ રૂપિયાની કિંમતના હીરા પણ છે.

પૂર્વ મંત્રી અરૂણ જેટલીની પાસે લગભગ 10 લાખ રૂપિયા કેશ જ્યારે ચાર બેંક ખાતામાં 1 કરોડ 58 લાખ 68 હજાર 658 રૂપિયા જમા છે. જેટલીની પાસે અનેક કંપનીઓના શેર પણ છે જેની કિંમત 17 કરોડ રૂપિયા છે. તો પીપીએફમાં તેમના 33 લાખ રૂપિયાથી વધુ નાણા જમા છે. જેટલીના પરિવાર પર લગભગ 8 કરોડ 65 લાખ રૂપિયાનું દેવું છે. અરૂણ જેટલીના પત્ની સંગીતા જેટલીની પાસે બે બેંક ખાતામાં છે જેમાંથી એકમાં 4 લાખ 26 હજાર રૂપિયાની આસપાસ અને બીજી બેંકમાં 73 લાખ 80 હજાર રૂપિયાની આસપાસ જમા છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!