GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

અસ્ત થયા અરૂણ: પોતાનાં સંતાનો અને પત્નિ માટે આટલા કરોડની સંપત્તિ છોડીને ગયા છે જેટલી

પૂર્વ વિત્ત મંત્રી અને ભાજપનાં કદાવર નેતા અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેઓ પોતાની પત્નિ અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. જેટલી જેટેલા સારા વક્તા અને નેતા હતાં, એટલા જ ચર્ચિત વકીલ હતાં. તેમજ તેમણે વકીલાતમાં ધન-દૌલત, પદ-પ્રતિષ્ઠા અને ઇજ્જત મેળવ્યા હતાં. અરૂણ જેટલીને એક પુત્રી છે, જેનું નામ સોનાલી છે, જ્યારે પુત્રનું નામ રોહન છે. બન્ને બાળકોએ પોતાનાં પિતાનાં વ્યવસાયને આગળ ધપાવ્યો છે, તેમજ વકીલાતનાં ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. અરૂણ જેટલી પોતાનાં બાળકો અને પત્નિ માટે અંદાજીત 40 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.

વર્ષ 2018માં રાજ્યસભાનું ઉમેદવારી પત્રક ભરતી વેળા તેમણે પોતાની સંપતિ વિશે માહિતી આપી હતી. તે પ્રમાણે જોઇએ તો દિલ્હી નજીક ફરીદાબાગમાં તેમની પાસે એક પ્લોટ છે. જેની વર્તમાન બજાર કિંમત અંદાજીત 90 લાખ રૂપિયા છે. જેટલી પાસે દિલ્હીનાં નહેરૂ પ્લેસ માર્કેટમાં પણ એક પ્લોટ છે, જે તેમણે 10 લાખ 40 હજારી રૂપિયામાં ખરીદ્યો હતો.

અરૂણ જેટલીની અન્ય સંપત્તિઓની વાત કરીએ તો તેમની પાસે હરિયાણાનાં ગુરૂગ્રામમાં એક ફ્લૈટ છે. જેની કિંમત અંદાજીત 6 કરોડ રૂપિયા છે. અરૂણ જેટલી પાસે દિલ્હીનાં નઝફગઢમાં પણ એક મકાન છે. જેની બજાર કિંમત 2 કરોડ 87 લાખ 52 હજાર રૂપિયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અરૂણ જેટલી ગાડીઓનાં બેહદ શોખીન હતાં. તેમની પાસે 3 મોંઘી કાર હતી. જેની કિંમત કરોડો રૂપિયામાં છે. જેટલી પાસે એક ટોયેટો ફોર્ચ્યૂનર(2011) કાર છે, જેની કિંમત 23 લાખ 28 હજાર રૂપિયા છે. તેમજ તેમની પાસે એક મર્સીડિઝ(2012) કાર છે, જેની કિંમત 71 લાખ પચાસ હજાર રૂપિયા આસપાસ છે. તેમજ તેમણે વર્ષ 2017માં વધુ એક મર્સિડીઝ કાર ખરીદી હતી. જેની કિંમત 72 લાખ 83 હજાર રૂપિયા છે.

અરૂણ જેટલીનાં પરિવાર પાસે 3 કિલો કરતા વધારે સોનાનાં દાગીના છે. જેની કિંમત 82 લાખ 28 હજાર રૂપિયા આસપાસ છે. જ્યારે તેમની પાસે 15 કિલો ચાંદી પણ છે, જેની કિંમત 6 લાખ રૂપિયાથી વધારે છે. જેટલીનાં પરિવાર પાસે 45 લાખ રૂપિયાનાં કિમતનાં હિરા પણ છે.

પૂર્વ વિત્ત મંત્રી અરૂમ જેટલી પાસે અંદાજીત 10 લાખ રૂપિયાની રોકડ અને ચાર બેન્ક એકાઉન્ટમાં 58 લાખ 68 હજાર 658 રૂપિયા જમા છે. જેટલી પાસે અનેક કંપનીઓનાં શેર પણ છે, જેની કિંમત અંદાજીત 17 કરોડ રૂપિયા છે. તેમજ પીપીએફમાં તેમનાં 33 લાખ કરતા વધારે રૂપિયા જમા છે. જેટલીનાં પરિવાર પાસે અંદાજીત 8 કરોડ 65 લાખ રૂપિયાનું દેવું પણ છે. તેમજ અરૂણ જેટલીની પત્નિ પાસે બે બેન્ક ખાતા છે. જેમાંથી એક ખાતામાં 4 લાખ 26 હજાર રૂપિયા આસપાસ અને બીજા બેન્ક ખાતામાં 73 લાખ 80 હજાર રૂપિયા આસપાસ જમા છે.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!