GSTV

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી. જેથી તેમને એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમણે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષની વયે જેટલીનું નિધન થતા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. છેલ્લા એક માસમાં ભાજપના બે મોટા નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીનું નિધન થયુ છે. તેમને નવ ઓગસ્ટના રોજ એઈમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર્સ તેમનો ઇલાજ કરી રહ્યા હતા. તેઓ શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, લાંબી બિમારી બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે.

અરૂણ જેટલીના પરિવારની વાત કરવામાં આવે તો આઝાદી બાદ તેમનું પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યું હતું. 1947 પહેલા અરૂણ જેટલીનો પરિવાર લાહોરમાં રહેતો હતો. તેમના દાદા વિભાજન બાદ ભારત આવી ગયા હતા. તેમને દિલ્હીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. દિલ્હી આવ્યા બાદ તેમનો પરિવાર નારાયણ વિહારમાં રહેતો હતો.

અરૂણ જેટલીના પિતા મહારાજા કિશન જેટલી પણ વકિલ હતા. દિલ્હીમાં જ વકિલાત કરતા હતા. અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં પંજાબી હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાના જ નક્શેકદમ પર ચાલતા અરૂણ જેટલી પણ વકિલ જ થયા. નવી દિલ્હીની સેન્ટ જેવિયર્સ સ્કૂલથી તેમણે 1957-69 સુધી અભ્યાસ કર્યો. બાદમાં રામ કોલેજ ઓફ કોમર્સથી ગ્રેજ્યુએશન કર્યું. 1977માં વકિલાતની ડિગ્રી હાંસિલ કરી.

અરૂણ જેટલીએ પોતાના અભ્યાસ દરમ્યાન એક મેઘાવી છાત્ર તરીકેની પ્રતિભા ધરાવતા હતા. તેમને ઘણા એર્વોડ પણ મળી ચૂક્યા હતા. છાત્ર જીવનમાં જ અરૂણ જેટલીએ રાજનીતિ તરફ ગતિ કરવા માંડ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન જ 1974માં ડીયુ સ્ટૂડેન્ટ યૂનિયનના અધ્યક્ષ બન્યા હતા. જે પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા. 1974માં સ્ટૂડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા. એ પછી અરૂણ જેટલી 1980માં ભાજપમાં જોડાયા.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!