GSTV
Home » News » ‘અરૂણ’ આથમ્યો : અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન

‘અરૂણ’ આથમ્યો : અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન

દેશના શ્રેષ્ઠ રાજકારણીઓમાં જેની ગણના થાય છે અને અજાતશત્રુ જેવી છબી ધરાવતા અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન થયા છે. તેમના પાર્થિવ દેહને તેમના પુત્ર રોહન જેટલીએ નિગમબોધ ઘાટ પાસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જ્યાં ભાજપ સહિત દેશના અગ્રણી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અરૂણ જેટલી એક મેઘાવી પ્રતિભા ધરાવતા હતા. તેમના જવાથી રાજકીય યુગમાં શૂન્યઅવકાશ સર્જાયો છે. અટલજી બાદ તેમણે ભાજપના વિરોધ પક્ષના નેતા તરીકે અસીમ ભૂમિકા નિભાવી હતી. ઉપરથી જ્યારે સમય આવ્યો ત્યારે પદનો ત્યાગ કરતા પણ તેમનું સ્થાન હતું તેનાથી એક ગજ ઉંચુ થઈ ગયું હતું.

અરૂણ જેટલીની ઓળખ હંમેશાંથી એક એવા રાજકારણી તરીકેની રહી જેણે બે વડાપ્રધાન વચ્ચે વિશ્વાસનું કામ કર્યું. તેઓ અટલજીના વિશ્વાસપાત્ર પણ રહ્યા અને બાદમાં મોદીના પણ એટલા જ ભરોસાપાત્ર મંત્રી રહ્યાં. રાજકારણમાં તેઓ સીનિયર નેતા કરતાં એક મિત્ર અને એક પિતાતુલ્ય વધારે હતા. વકિલ હોવા છતાં પણ નાણામંત્રી તરીકેની તેમની સૂઝબૂઝ કાબિલેદાદ હતી. શરૂઆતથી અંત સુધી તેઓ માત્ર એક પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં અને પાર્ટીના સુખ દુખમાં તેમણે પડછાયાની જેમ સાથે રહીને એક અહમ ભૂમિકા ભજવી હતી.

ભારતીય જનતા પાર્ટી માટે ઓગષ્ટ મહિનો એ કપરો સાબિત થઈ રહ્યો છે. પહેલા સુષ્મા સ્વરાજ અને બાદમાં અરૂણ જેટલીની વિદાય સાથે બે મોટા ગજાના સલાહકારો ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારે ગુમાવ્યા છે. ઓગષ્ટ મહિનામાં જ ભારતીય જનતા પાર્ટીએ ગત્ત વર્ષે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ગુમાવ્યા હતા. જેના શોકમાંથી હજુ ભાજપ અને દેશ બહાર નહોતો આવ્યો ત્યાં બે વધુ નેતાઓ ગુમાવવાનો વારો આવ્યો

આ વર્ષે રાજકારણ શોકનું પર્યાય સમાન બનીને રહી ગયું. વર્ષના મધ્યમાં જ્યાં ગોવાના મુખ્યમંત્રી અને સરળ સાલસ છબી ધરાવતા મનોહર પર્રિકરને ગુમાવ્યા. તો દિલ્હીમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતે પણ ગત્ત મહિને જ વિદાય લીધી અને આ મહિને એક સાથે બે મોટા નેતાઓ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ચાલ્યા જવાથી રાજકારણ શોકમાં ગરકાવ થઈ ગયું છે.

ન માત્ર રાજકારણની પીચ પણ અરૂણ જેટલી ક્રિકેટની પીચના પણ દમદાર ખેલાડી માનવા રહ્યા. ક્રિકેટ પ્રત્યે તેમને અનોખો પ્રેમ હતો. અરૂણજીની વિદાય સમયે જ તેમના ક્રિકેટ રમતાં યુવાનીના ફોટોગ્રાફ પણ વાઈરલ થયેલા. તો ભારતીય ક્રિકેટ ટીમે પણ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી. એ જ સાબિત કરી બતાવે છે કે ન માત્ર રાજકારણ પણ ક્રિકેટ જગત પણ અત્યારે શોકમાં છે.

અરૂણજીની વિદાયથી એક યુગનો અંત થયો છે. અટલજી સમયના મોટાભાગના નેતાઓની વિદાય થઈ ચૂકી છે. જેથી અટલયુગનો અધ્યાય અરૂણ સાથે ફરી થોડો અસ્ત થયો છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરનારા અટલયુગના નેતાઓમાં હવે થોડાં નેતાઓ જ બચ્યા છે. જેમાના અડવાણી પણ અરૂણ જેટલીના પાર્થિવ દેહને નિહાળી ભાવુક થઈ ગયા હતા અને અરૂણ સાથેની જૂની યાદો તેમણે વાગોડી હતી.

READ ALSO

Related posts

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

રાષ્ટ્રપતિના વિમાનમાં સર્જાઈ મોટી ખામી, ટેક્નીકલ ખામી પકડાઇ જતા મોટી જાનહાની ટળી

Mayur

હિંદ મહાસાગરમાં આવેલા ચીનના સાત યુદ્ધજહાજો આખરે ક્યાં ગયા ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!