GSTV
Home » News » રાજનીતિ ડિગ્રીના ધીંગાણે ચડી, પ્રિયંકા ચતુર્વેદીની કવિતાએ રાહુલ ગાંધીની આબરૂ કાઢી

રાજનીતિ ડિગ્રીના ધીંગાણે ચડી, પ્રિયંકા ચતુર્વેદીની કવિતાએ રાહુલ ગાંધીની આબરૂ કાઢી

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના ડિગ્રી વિવાદ બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ડિગ્રી અંગે સવાલ ઉઠાવ્યા. અરૂણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, એમએ કર્યા વગર રાહુલ ગાંધીને એમફિલની ડિગ્રી કેવી રીતે મળી. રાહુલ ગાંધીએ માસ્ટર ડિગ્રી મેળવ્યા વગર એમફિલનો અભ્યાસ કર્યો.

આજે રાહુલ ગાંધીની ડિગ્રી અંગે કોઈ વાત કરી રહ્યું નથી. રાહુલ ગાંધી પોતાની ડિગ્રી અંગે મહિનાઓ પહેલા ભૂલને સ્વિકારી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે, સ્મૃતિ ઈરાનીના સોગંદનામા બાદ રાહુલના સોગંદનામા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ 2004 અને 2009માં સોગંદનામામાં જણાવ્યું હતું કે, તેમણે ટ્રિનિટી કોલેજમાંથી ડેવલોપમેન્ટ ઈકોનોમિક્સમાં એમફિલ કર્યુ છે. જ્યારે 2014માં રાહુલ ગાંધીએ ડેવલોપમેન્ટ સ્ટડીઝમાંથી એમફીલ કર્યુ હોવાનો સ્વિકાર કર્યો હતો. જેથી રાહુલ ગાંધી ફરિવાર ભાજપના નિશાને આવ્યા છે.

કોંગ્રેસ ગત દિવસે સ્મૃતિ ઈરાનીની ડિગ્રી અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ મામલે પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે. મંત્રીની એક ડિગ્રી આવે છે અને એક ડિગ્રી જાય છે. મોદી સરકારમાં આ તમામ પ્રકારની પ્રક્રિયા મુમકિન છે.

Related posts

AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- મોદી શાહની જોડી સિવાય કોઈ પણ પાર્ટીને સમર્થન

Arohi

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur