GSTV
Home » News » કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી જાણો ક્યારે પરત ફરશે

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી જાણો ક્યારે પરત ફરશે

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી અમેરિકામાં કેન્સરની સારવાર કરાયા પછી આવતા સપ્તાહે ભારત પાછા ફરે તેવી સંભાવના છે, એમ જેટલીના નજીકના સૂત્રોએ કહ્યું હતું. અમેરિકા જતાં પહેંલા નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા જેટલી પાસેથી હંગામી ધોરણે નાણા ખાતું લઇ લેવામાં આવ્યું હતું અને રેલવે મંત્રી પીયુષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જો કે તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા અને વિડીયો કોલ મારફતે તેઓ પત્રકારો સાથે પણ વાત કરતા હતા.

સૂત્રોએ કહ્યું હતું કે જેટલી ઝડપથી સાજા થઇ રહ્યા છે અને સપ્તાહના અંત સુધીમાં પરત ફરે તેવી શક્યતા છે. જો ડોકટર સલાહ આપશે તો તેઓ સંસદમાં પણ હાજરી આપશે. જો કે તેમણે વધુ વિગતો આપી નહતી. ભારત ફર્યાના તરત જ પછી તેઓ નાણા મંત્રાલયનો હવાલો સંભાળશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.બજેટની રજૂઆત પછી જેટલીએ કહ્યું હતું કે તેઓ સાજા થઇ રહ્યા છે અને બજેટની ચર્ચામાં જવાબ આપવા સક્ષમ હશે.

‘અહીંયા મારી સારવાર પર એનો આધાર છે કે હું શું કરીશ. જો કે મારી સારવાર પુરી થઇ ગઇ છે. બસ, હવે ડોકટરો મને અહીંથી નીકળવાની રજા આપે એટલે તરત જ ભારત પરત ફરીશ. મને ધ્યાન છે ત્યાં સુધી સંસદમાં પીયુષ ગોયલ બજેટની ચર્ચામાં જવાબ આપશે’ એમ તેમણે કહ્યું હતું. બજેટ સત્રની પૂર્ણાહુતી ૧૩ ફેબ્રુઆરીએ થાય છે. પરંતુ બજેટ પરની ચર્ચા સત્રની સમાપ્તી પહેલા જ થશે.

Related posts

અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ, 18નાં મોત 50 ઘાયલ

pratik shah

આમને કોઈ ન પહોંચે : અદાણી હવે ખીચડી વેચશે, 300 કરોડ રૂપિયાનો મૂક્યો ટાર્ગેટ

Arohi

ઈનોવેશન ઇન્ડેક્સમાં દેશમાં ગુજરાત પાછળ, 7 માપદંડના બનાવાયા હતા આધાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!