GSTV
Home » News » ખેડૂતોના દેવા માફી પર જેટલીએ હાથ ખંખેર્યા, કહ્યું- રાજ્ય સરકાર સ્વબળે લે નિર્ણય

ખેડૂતોના દેવા માફી પર જેટલીએ હાથ ખંખેર્યા, કહ્યું- રાજ્ય સરકાર સ્વબળે લે નિર્ણય

કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તેઓ ખેડૂતોના દેવા માફી પર કોઇ નિર્ણય નહીં લે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે આ મામલો રાજ્ય સરકારનો છે. જો કોઇ રાજ્ય સરકાર આ વિશે વિચારી રહી છે તો તેની તાકાત આધારે નિર્ણય લઇ શકે છે.

પહેલા ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને હવે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર બંને સરકારોએ ખેડૂતોનું દેવુ માફ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ દેવામાફીની મસમોટી રકમ અંગે કેન્દ્રએ હાથ ખંખેરી લીધા છે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ સ્પષ્ટ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની દેવા માફીનો કોઇ નિર્ણય નહીં લે. આ મામલો રાજ્ય સરકારોનો છે અને રાજ્યો સ્વબળે નિર્ણય લઇ શકે છે. જો કે કેન્દ્રીય નાણાપ્રધાનના આ વલણની વિપક્ષે ટીકા કરી છે અને કહ્યું છે કે ભાજપે ચૂંટણી પહેલા ખેડૂતોને માત્ર ઠાલા વાયદાઓ કર્યા.

રિઝર્વ બેંકએ તાજેતરની મૌદ્રિક નીતિની સમિક્ષામાં આશંકા વ્યક્ત કરી હતી કે ખેડૂતોના દેવા માફીથી નાણાકીય મોરચે સ્થિતિ બગડી શકે છે અને તેનાથી મોંઘવારી વધી શકે છે. આરબીઆઇનું કહેવું હતું કે તે લોન માફીથી સમયસર ઋણ ચુકવનારા ખેડૂતો હતોત્સાહિત થાય છે. આરબીઆઇની આ સમિક્ષા બાદ કેન્દ્રીય નાણાપ્રધાન જેટલીનું નિવેદન આવ્યું છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

કોંગ્રેસની કારમી સ્થિતિ, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષે રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામું

Mansi Patel

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મળ્યો IED બોમ્બ, બ્લાસ્ટ થયો અને…

Mansi Patel

અહીં રાત્રે જ નહીં, દિવસે પણ એકલા નીકળતાં લોકો થરથરતા બીકથી, અને એક દિવસ…..

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!