GSTV

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા પવિત્ર તીર્થ સ્થાન કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધું હતું. જે બાદ તેઓ 11 જાન્યુઆરી, 2015નાં રોજ કરનાળીની મુલાકાત પણ લીધી હતી. કરનાળીમાં આવેલા સુપ્રસિધ્ધ કુબેરભંડારી દાદાના દર્શન કર્યા હતા. કરનાળી અને ચાંદોદ ગામ દત્તક લીધા બાદ સૌથી પ્રથમ તેઓએ રસ્તા બનાવવાનું કામ કર્યું હતું.

તે બાદ તેઓએ ચાંદોદ અને કરનાળી વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવ્યો હતો. લોકોને લાંબુ અંતર કાપવું ન પડે તે માટે અંદાજીત રૂપિયા 50 કરોડના ખર્ચે ચાંદોદ-કરનાળીને જોડતો ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવ્યો હતો. આ ઉપરાંત તેઓએ કરનાળીમાં ટેલિફોન સુવિધા માટે ટાવર, બેંક, ઇ-બેકીંગ, જેવી સુવિધાઓ ઉભી કરાવી હતી. આ સાથે તેઓએ ડભોઇ-તિલકવાડા મેઇન રોડથી કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર સુધીનો માર્ગ બનાવ્યો હતો.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!