GSTV
Home » News » VIDEO : અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીની ન્યાય યોજના પર કર્યા પ્રહાર

VIDEO : અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીની ન્યાય યોજના પર કર્યા પ્રહાર

અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણી ગરીબી હટાવોના નારાથી જીતી હતી. પણ ગરીબીનું રિ-ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય એમ કરે છે.તેમણે રાજીવ ગાંધીની સરકારને યાદ કરતા કહ્યું હતું કે, રાજીવ ગાંધીના કાર્યકાળમાં વિવાદો ચાલતા રહ્યા એટલે કાર્યવાહી ન થઈ શકી. ઘણીવાર જુઓ તો દસ વર્ષના યુપીએના કાર્યકાળમાં પણ કઈ રીતે છળકપટ થતો હતો.

રાહુલ ગાંધીએ આજે ન્યાય યોજનાની જાહેરાત કર્યા બાદ તેમાં મનરેગા યોજનાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેની સફળતા ગણાવી હતી. ત્યારે અરૂણ જેટલી પ્રેસ કોન્ફરન્સમાં મનરેગાની વાતને વણી લેતા કહ્યું હતું કે, મનરેગા ગ્રામીણ જીવન બદલી દેવાનું તેમણે કહ્યું હતું. કહેતા હતા કે ચાલીસ હજાર રૂપિયા વર્ષના ખર્ચ કરશું પણ ખર્ચ કરતાં હતા 28,000 રૂપિયા અને તે પણ ડાયરેક્ટ બેનિફેટ ટ્રાન્સફર ન થતા થોડો અંશ જ ખેડૂતો સુધી પહોંચતો હતો.

રાહુલ ગાંધીએ પોતાના ન્યાયની યોજના સમયે હાલમાં ત્રણ રાજ્યોમાંં જીતેલી વિધાનસભાની ચૂંટણી અંગે પોતાના રાજ્યોના વખાણ કર્યા હતા. જેના જવાબમાં નાણામંત્રીએ પંજાબ, મધ્યપ્રદેશ અને કર્ણાટકની નવનિર્વાચિત સરકારોના આંકડા આપ્યા હતા.

READ ALSO

Related posts

મનોહર પારિકરની ભાજપ સાથે વફાદારીનો બદલો અપાયો, આ વ્યક્તિને અપાઈ લોકસભાની ટિકિટ

Arohi

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

Arohi

અખિલેશ યાદવે ભાજપને આપ્યો નવો અર્થ, હવે ભારતીય જનતા પાર્ટી નહીં પણ…

Arohi