GSTV
Home » News » આવનારા સમયમાં રોબોટ આ 5 નોકરીઓ પર જમાવશે કબ્જો, પાંચમાં નંબરની મોટાભાગના લોકો કરે છે

આવનારા સમયમાં રોબોટ આ 5 નોકરીઓ પર જમાવશે કબ્જો, પાંચમાં નંબરની મોટાભાગના લોકો કરે છે

રોબોટિક્સના ક્ષેત્રમાં ગત્ત કેટલાક સમયથી બદલાવ આવી રહ્યા છે. પહેલા રોબોટ માત્ર એક મશીન હતા જે એક ડિમાન્ડને પૂર્ણ કરતા હતા. સોંપવામાં આવેલું કામ કરતા હતા. માત્ર તેમની ચાલવાની અને કામ કરવાની નાની મોટી ક્રિયા જોઈ માણસ હરખાતો હતો. પણ હવે રોબોટો માણસના એ હરખને દુખમાં પલટવાના છે. આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ્સ (એઆઈ) ધરાવતા રોબોટોનું સામ્રાજ્ય હશે. એઆઈ એ માણસોની માફક જ કામ કરતા રોબોટ હશે. જેને ભવિષ્યની ટેક્નોલોજી કહેવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં 47 ટકા નોકરીઓ રોબોટોના હાથમાં હશે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આવનારા સમયમાં એવી કઈ નોકરીઓ છે જે રોબોટ પહેલા હડપશે.

ડેટા મેનેજમેન્ટ/એકાઉન્ટન્ટ

એઆઈ રોબોટ સૌથી પહેલા ડેટા મેનેજમેન્ટ પર કબ્જો કરશે. જો તમે એક્સેલ સીટ ભરવાની નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરી પહેલાથી ખતરામાં છે. રિપોર્ટ પ્રમાણે રોબોટ આવા પ્રકારની નોકરીઓ સૌથી પહેલા આંચકી લેવાના છે. રોબોટ જ છે જે એક્સેલ સીટ અને ડાટાનું કામ ઝડપથી કરી શકે છે. ડેટા પ્રોસેસિંગનું કામ મશીનથી સારું કોઈ નથી કરી શકતું.

હેલ્પર/સેલ્સપર્સન/સપ્લાઈ

જો તમે સેલ્સપર્સન છો અથવા તો બનવાની તૈયારીઓ કરી રહ્યા છો તો બીજી નોકરી શોધવાની તૈયારીઓ શરૂ કરી દો. કારણ કે રોબોટ આ નોકરીઓ પર પણ અધિકાર જમાવવાના છે. ઘણાં દેશોમાં રોબોટ સપ્લાઈનું કામ પહેલાથી કરી રહ્યા છે. સાથે જ કેટલાક મોલમાં રોબોટ સેલ્સપર્સનનું પણ કામ કરી રહ્યા છે. એમેઝોન દ્રારા ડ્રોનનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવામાં આવે છે. જેથી માનવશક્તિને ઉપયોગમાં લેવામાં ન આવે અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ કોઈ પણ જાતનો વ્યય પણ ન થાય.

રિપોર્ટ રાઈટર/પત્રકાર/લેખક અને એનાઉન્સર

જો આ ત્રણેમાંથી કોઈ એક નોકરી તમે કરતા હો તો તેમાં પણ રોબોટ આવવાના છે. જરૂર કરતા વધારે વિચારવાની રોબોટો પાસે પહેલાથી ક્ષમતા છે. ચીનમાં તો રોબોટ એન્કરિંગ કરવા જ લાગ્યા છે. જો કે રચનાત્મક રિપોર્ટ લખવું રોબોટ માટે સરળ નથી પણ માત્ર રિપોર્ટ લખી અને સુધારવાનું કામ હોય તો રોબોટ તેમાં માહેર છે. ટેક્સ્ટ વાંચીને રોબોટ સરળ શબ્દોમાં બોલી શકે છે. જો કે અમેરિકામાં આવનારા નવા રોબોટ ક્રિએટીવ રાઈટીંગ પણ કરવાના છે. જેથી લેખકો અને પત્રકારો સહિત સારા એનાઉન્સરોની નોકરીઓ પણ રોબોટ ખાઈ જશે.

ડૉક્ટર

પુરી દુનિયાની જનસંખ્યા 7.3 બિલિયન છે. 2030 સુધીમાં 8.5 બિલિયન થઈ જશે. એવામાં તમામ લોકો ડોક્ટર બનવાની ઈચ્છા રાખે તો પણ સંભવ નથી. કારણ કે જનસંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. દુનિયામાં દર્દીઓ કરતા ડોક્ટરોની સંખ્યા ખૂબ જ ઓછી છે. રોબોટ હવે સર્જરી જેવા કામો પણ કરવા લાગ્યા છે. જેથી આવનારા સમયમાં સર્જરી પર પણ રોબોટનો કબ્જો હશે.

ક્લાર્ક/ઓફિસ વર્ક

થોડાં સમયમાં જ રોબોટ ક્લાર્કની નોકરીઓ પણ ખાઈ જશે. જે કામ માણસ ઝડપથી કરે છે તે જ કામ તેનાથી ડબલ અને કોઈ પણ ભૂલ વિના કરવાની રોબોટો શક્તિ ધરાવે છે. સરકારી ભરતીઓ કરવામાં આવે છે તેના પર પણ પૂર્ણ વિરામ મુકાઈ જશે. લાઈબ્રેરીથી લઈને કોર્ટ કચેરી સુધીના તમામ કામો પર રોબોટોની નજર રહેશે. કોલ સેન્ટરમાં પણ ભવિષ્યમાં રોબોટોને જ રાખવામાં આવશે જેથી ટેકનિકલ પ્રોબ્લેમ ખત્મ થઈ જાય. ઉપરથી ડેટા ખોવાઈ જવાનો પણ ભય ઓછો થઈ જશે.

READ ALSO

Related posts

RBI એકલા હાથે ફુગાવાને ન કરી શકે નિયંત્રણ, પૂર્વ ગવર્નરે આપ્યુ મહત્વનું નિવેદન

Mansi Patel

નમસ્તે ટ્રમ્પ : આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી

Nilesh Jethva

ડાયટ પર છો અને કંઈ મીઠું ખાવાનું મન થયુ છે તો, તરત જ બનાવો ‘એપલ રબડી’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!