GSTV

શું છે કેન્દ્રશાસિત પ્રદેશ, જે હવે કાશ્મીર થવા જઇ રહ્યું છે

ભારતીય બંધારણ અનુસાર આપણો દેશ રાજ્યોનો સંઘ છે. ભારતમાં અત્યાર સુધી 29 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પરંતુ હવે ભારતમાં 7 નહી પરંતુ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ હશે કારણ કે સંસદની લોકસભામાં પાસ થયેલા નવા બિલ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની  આ ઘોષણા સાથે જ કાશ્મીર પર એક ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે.

ભારતમાં કેટલાં અને કયા-કયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ

ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું કે બંધારણના અનુચ્છેદ 370ના તમામ ખંડ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહી થાય. શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યુ. ગૃહ મંત્રી અમિત શાહે લદ્દાખ માટે કેન્દ્ર શાસિત પ્રદેશની રચનાની ઘોષણા કરી જ્યાં ચંદીગઢની જેમ જ વિધાનસભા નહી હોય.

શાહે રાજ્યસભામાં ઘોષણા કરી કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન વિધાન સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની જેમ વિધાનસભા હશે. ગૃહ મંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેદ 370ના તમામ ખંડ લાગૂ નહી થાય. આ નવી યાદી અનુસાર દેશમાં સાત નહી પરંતુ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે.

1. અંડમાન અને નિકોબાર દ્વીપ

2. દિલ્હી

3. પોંડીચેરી

4. દમન અને દીવ

5. દાદરા નગર હવેલી

6. લક્ષ્યદ્વીપ

7. ચંદીગઢ

8. જમ્મુ-કાશ્મીર

9. લદ્દાખ

શું છે કેન્દ્ર શાસિત પ્રદેશ

કેનદ્ર શાસિત પ્રદેશ અથવા સંઘ રાજ્યક્ષેત્ર ભારતના સંઘીય પ્રશાસનિક માળખાનું એક ઉપ-રાષ્ટ્રીય વહીવટી એકમ છે. ભારતના રાજ્યોની પોતાની ચૂંટાયેલી સરકાર હોય છે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સીધું જ ભારત સરકારનું શાસન હોય છે. ભારતના રાષ્ટ્રપતિ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશના એક સરકારી પ્રશાસક અથવા ઉપ રાજ્યપાલ નીમે છે.

શા માટે બનાવવામાં આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ

હવે સવાલ એ છે કે ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ શા માટે બનાવવામાં આવ્યાં છે? તેનું કોઇ એક સ્પષ્ટ કારણ નથી પરંતુ તેના માટે અનેક કારણો છે. તેમાં કેટલાંક મહત્વપૂર્ણ કારણ એ છે કે નાના આકાર અને ઓછી જનસંખ્યાવાળા ક્ષેત્ર, અલગ સંસ્કૃતિ, પ્રશાસનિક મહત્વ વગેરે તત્વોની સુરક્ષા કરવી વગેરે.

Read Also

Related posts

રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA

Bansari

20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર

Sejal Vibhani

સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!