GSTV

370ની કલમ હટ્યા બાદ બિહારના બે ભાઈઓએ કાશ્મીરની યુવતી સાથે લગ્ન કર્યા અને ભારે પડી ગયા

બિહારના બે ભાઈઓને કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરવું મોઘુ પડ્યું છે. આ બન્ને ભાઈઓ હવે કાશ્મીરી પોલીસની હિરાસતમાં છે. તેમને જેલ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. મામલો સુપૌલ જિલ્લા સાથે જોડાયેલો છે. જ્યાં કાશ્મીર પોલીસે સ્થાનીક પોલીસની મદદથી બે યુવતીઓને જપ્ત કરી છે.  આ બન્ને બહેનો પ્રેમના ચક્કરમાં પોત પોતાના પતિ સાથે સુપૌલ પહોંચી ગઈ હતી. બન્ને બહેનોનું કોર્ટમાં નિવેદન પણ દાખલ કરવામાં આવ્યું છે. હકીકતે યુવતીઓના પિતાએ બન્ને ભાઈઓ વિરૂદ્ધ કાશ્મીર પોલીસમાં અપહરણની ફરિયાદ દાખલ કરવી છે.

રાજ મિસ્ત્રીનું કામ કરતા હતા તબરેઝ અને પરવેઝ

પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી બન્ને યુવતીઓ સુપૌલમાં જ પોતાના પતિ સાથે રહેવા માંગતી હતી. પોલીસે જણાવ્યા અનુસાર કાશ્મીરના રામન જિલ્લાની રહેનાર બન્ને યુવતીઓને સુપૌલના રાધોપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામ વિશનપુર ગામમાં રહેતા તબરેઝ અને પરવેઝ સાથે કાશ્મીરમાં જ પ્રેમ થયો હતો. તબરેઝ અને પરવેઝ બન્ને સગા ભાઈ છે. તે કાશ્મીરમાં રહીને રાજ મિસ્ત્રીનું કામ કરે છે.

સગી બહેનો છે નાદિયા અને સાયના

રાજ મિસ્ત્રીનું કામ કરતી વખતે બન્ને ભાઈઓને કાશ્મીરી યુવતી સાયના અને નાદિયા સાથે પ્રેમ થઈ ગયો. આ બન્ને સગી બહેનો છે. ત્યાર બાદ બન્નેએ મુસ્લિમ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી લીધા. પછી તેમણે કોર્ટ મેરેજ પણ કર્યા. લગ્ન બાદ તબરેઝ અને પરવેઝ પોતાની પત્નીઓને લઈને કાશ્મીરથી સુપૌલ માટે રવાના થયા. તે સમયે યુવતીઓના પિતાએ કાશ્મીરમાં બન્ને ભાઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. ત્યાર બાદ કાશ્મીર પોલીસે બિહાર પહોંચીને બન્ને સગી બહેનોને રાધોપુર જઈને રામવિશનપુરથી જપ્ત કરી લીધી.

પતિના સાથે રહેવા માંગે છે બન્ને બહેનો

પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવેલી બન્ને યુવતીઓ પોતાના પતિ સાથે જ રહેવા માંગે છે. પોલીસે આ મામલામાં આરોપી પરવેઝ અને તબરેઝને ગિરફ્તાર કરી લીધા છે. આરોપી ભાઈઓનું કહેવું છે કે અમે બાલિક છીએ અને અમારી પત્નીઓ પણ બાલિક છે. બન્નેનું કહેવું છે કે તેમણે અપરાધ નથી કર્યો પરંતુ પોતાની મરજીથી અને રાજી ખુશીથી લગ્ન કર્યા છે.

Read Also

Related posts

KBC-12ના પહેલા એપિસોડમાં જ સુશાંતસિંહ રાજપૂત અંગે પુછાયો સવાલ

pratik shah

શું તમે WhatsApp પર કોઈએ કરી દીધા છે બ્લોક, તો આ સ્માર્ટ ટ્રીકથી કરો મેસેજ

Ankita Trada

જાણો ક્યાં છે ભારત વિરોધી ચીન, પાકિસ્તાન સહિતના દેશોનો મિસાઈલ બેઝ

Karan
Do NOT follow this link or you will be banned from the site!