GSTV

ભારતે કાશ્મીરમાંથી હટાવી કલમ 370, ભડકેલો શાહિદ આફ્રીદી બોલી ગયો આવું

આફ્રિદી

બંધારણના અનુચ્છેદ 370માં બદલાવ પર પાકિસ્તાનની ચિંતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. વડાપ્રધાન ઇમરાન ખાને મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાતચીત કરી. તેમણે કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવવાના ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે તેનાથી ક્ષેત્રની શાંતિ ભંગ થઇ જશે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદી આફ્રીદીએ પણ કાશ્મીરની આ ચર્ચામાં ઝંપલાવ્યું છે.

આફ્રીદીએ ટ્વિટ કર્યુ, UN રેઝોલ્યુશનના હિસાબે કાશ્મીરીઓને તેમના અધિકાર આપવા જોઇએ. આપણા સૌની જેમ સ્વતંત્રતાનો અધિકાર. સંયુક્ત રાષ્ટ્ર શા માટે બન્યુ હતું અને તે શા માટે નિંદ્રામાં છે? કાશ્મીરમાં માનવતા પર થઇ રહેલા અપરાધોની વિગતો લેવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિએ મધ્યસ્થતાની ભુમિકા નિભાવવી જોઇએ.

ભારત સરકારે સોમવારે બંધારણના અનુચ્છેદ 370ની તે જોગવાઇને નાબૂદ કરી દીધી જે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરતુ હતુ. હવે જમ્મુ-કાશ્મીર રાજ્ય ન રહેતા બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચાઇ જશે જેમાંથી એક જમ્મુ અને કાશ્મીર તથા બીજુ લદ્દાખ હશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહી હોય.

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો. આ ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુર્નગઠન વિધેયકને રજૂ કર્યો. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દીધું છે. લદ્દાખને વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. સંસદમાં આ સંકલ્પ અને વિધેયક રજૂ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં મહત્વપૂર્ણ બદલાવ થઇ રહ્યો છે. અગાઉ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો પરંતુ હવે તે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે.

Read Also

Related posts

IRFC, INDIGO PAINTSનો આ સપ્તાહમાં ખુલશે IPO, જાણો મહત્વની વાતો

Sejal Vibhani

ઉત્તર ભારત ઠુંઠવાયુ: આ રાજ્યમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં ભરશિયાળે ધમધોકાર વરસાદ

Bansari

પશ્વિમ બંગાળનાં રાજકીય મેદાનમાં ઉતરશે શિવસેના-સંજય રાઉતે કરી જાહેરાત, BJPને પડી શકે છે મુશ્કેલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!