અર્શીખાનનો ધર્મ પર પલટવાર: ‘ઈસ્લામમાં સ્ત્રીઓને માન આપવામાં આવતું નથી, માટે હું હિન્દુમાં આવી ’

ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતી અર્શી ખાન નામની યુવતીએ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે. અર્શી કહે છે કે હિન્દુ ધર્મ અપનાવું છું કેમ કે ઇસ્લામમાં સ્ત્રીઓનું સમ્માન નથી. ગુરુવારે અર્શીએ ધર્મ પરિવર્તન પછી એસએસપી ઑફિસમાં જતા એક પ્રાર્થના પત્ર પણ આપ્યો. આ પ્રાર્થના પત્રમાં તેણે કહ્યું કે તે પોતાની ઇચ્છાથી હિન્દુ ધર્મને અનુસરે છે. ધર્મ પરિવર્તન કરવું તેનો પોતાનો નિર્ણય હતો, તેના ઉપર કોઈ દબાણ નથી.

અર્શીએ કહ્યું કે તે ભગવાન કૃષ્ણને પ્રેમ કરે છે અને તેમના ઉપર તેની શ્રદ્ધા છે. ધર્મ પરિવર્તન પછી પ્રેસ લોકો સાથે વાત કરતા, અર્શીએ કહ્યું કે ઇસ્લામમાં સ્ત્રીઓને માન આપવામાં આવતું નથી.

અર્શીએ કહ્યું, ‘હિન્દુ જ્યાં દુર્ગા, લક્ષ્મી અને સીતા જેવી દેવીઓનું પૂજા કરે છે, ત્યાં ઈસ્લામ ધર્મમાં કોઈ પણ સ્ત્રી જ નથી.’ મુસ્લિમ સમુદાય માત્ર મૌલાનાઓને જ આમંત્રે છે. અર્શીએ કહ્યું કે હિન્દુ ધર્મ અપનાવ્યા પછી તેણે પોતાનું નામ અર્શીથી આરુષી કરી લીધું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter