GSTV
Home » News » 20 વર્ષ પહેલાં ઘર ઘરમાં લિપસ્ટિક અને નેઇલ પોલીશ વેચ્યા, કોણ છે આ અભિનેતા

20 વર્ષ પહેલાં ઘર ઘરમાં લિપસ્ટિક અને નેઇલ પોલીશ વેચ્યા, કોણ છે આ અભિનેતા

બોલીવુડમાં સર્કિટની ભૂમિકામાં ભજવનાર અરશદ વારસી 19 એપ્રિલના રોજ 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે અરશદ વારસીને ફિલ્મ ઉદ્યોગમાં 20 વર્ષ થયા છે. વર્ષ 1996માં અરશદ અમિતાભ બચ્ચનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ ‘તેરે મેરે સપને મે ફિલ્મમાં પ્રથમ વાર કામ કર્યું હતું. પરંતુ તેમણે રાજુકમાર હિરાનીની ફિલ્મ મુનાભાઈ એમ.બી. બી.એસ.થી પ્રસિદ્ધ થયા હતા. જ્યારે બહુ ઓછા લોકો જાણે છે કે અરશદ ફિલ્મમાં આવ્યા પહેલાં ગરીબીના દિવસો પણ જોયા છે. તેમનાં જન્મદિવસ પર તેમની જીવન સંબંધિત કેટલીક બાબતો જણાવીએ.

અરશદ વારસી હાલ મુંબઈમાં એક વૈભવી ઘરમાં રહે છે, પરંતુ એક સમય હતો જ્યારે તેણે ગરીબીને ઘણી નજીકથી જોઈ હતી. અરશદ વારસીનું નામ બૉલીવુડના એ અભિનેતાઓમાંનું એક છે જેમણે અંગત જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. પરંતુ અરશદે ક્યારેય હિમ્મત હારી ન હતી. અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. અરશદ મુસ્લિમ પરિવારના છે.

ફક્ત 14 વર્ષની ઉંમરમાં અરશદે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. જ્યારે ઘરની હાલત કફોડી બનતા 10માં ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. અને ઘરે ઘરે જઈને નેલ પોલિશ અને લિપ્સટીક વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેમને એક ફોટો લેબમાં નોકરી કરી હતી. નોકરી દરમ્યાન અરશદનો ડાંસમાં પણ રૂચી વધી અને તેમને તે સમયે અકબર સામીનાં ડાંસ ગ્રુપમાં જોઈન કરવાની ઓફર મળી હતી.

જ્યારે વર્ષ 1991 માં અરશદ નૃત્ય સ્પર્ધામાં મોર્ડન જૈજ કેટેગરીમાં ચોથા સ્થાન પર આવ્યા હતા. તે પછીવર્ષ 1992 માં, ડાન્સ વર્લ્ડ સ્પર્ધા જે લંડનમાં યોજાઈ રહી હતી તેમાં તેમણે ભાગ લીધો હતો. તે સમયે અરશદ ફક્ત 21 વર્ષનાં હતા. ત્યાર પછી અરશદે ડાન્સ સ્ટુડિયો ખોલ્યો હતો. જ્યારે અરશદએ 1993 ની ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા ‘ ગીતમાં ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ ના ટાઇટલ ટ્રેકને પણ કોરિયોગ્રાફ કર્યો હતો.

અરશદને ખૂબ જ ઓછી ફિલ્મોમાં ડાંસ બતાવવાની તક મળી હતી. જ્યારે અરશદ બોલીવુડમાં તેમના ડાંસ માટે જાણીતા છે જ સાથે તેમની કોમિક ટાઇમિંગ પણ ખૂબજ સરહાનીય છે. અરશદ વારસીએ ઘણી ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘હલચલ’, ‘કુછ મિઠા હો જાયે’, ‘ગોલમાલ સિરીઝ’ અને ‘ટોટલ ધમાલ સિરીઝ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah

ભજીયા બનાવીને કંગના રનૌતે કરી પીએમ મોદીની જીતની ઉજવણી, ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા

Bansari

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!