મેંગલુરુમાં કોર્ટે પોક્સો કેસમાં નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરવા બદલ બે મહિલા પોલીસ અધિકારીઓને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ કેસમાં આ વ્યક્તિને એક વર્ષ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ કે. યુ. રાધાકૃષ્ણે તેમના આદેશમાં, શહેરના મહિલા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પી.પી. રોસમ્મા અને ઇન્સ્પેક્ટર રેવતીને નવીન સિક્વેરાને વળતર તરીકે રૂ. 5 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો એટલું જ નહીં જે વ્યકતિની ધરપકડ થઇ તેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. ન્યાયાધીશે રાજ્યના ગૃહ વિભાગના સચિવને ગેરરીતિ કરનાર મહિલા પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે.
પીડિતાના નિવેદનના આધારે ખોટી ઓળખના કેસમાં વ્યકતિની ધરપકડ કરવામાં આવી હતી. સબ-ઇન્સ્પેક્ટર દ્વારા તે વ્યકતિ પર કેસ કરવામાં આવે છે અને તપાસ માટે ઇન્સ્પેક્ટર રેવતીને સોંપવામાં આવે છે. આ પછી તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પીડિતના વકીલોની દલીલોને ધ્યાનમાં લેતા, કોર્ટ એ નિષ્કર્ષ પર આવી કે વ્યક્તિ નિર્દોષ છે. ત્યારબાદ કોર્ટે બે દોષિત પોલીસ અધિકારીઓને દંડ ફટકાર્યો હતો.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ