ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાની ઘટના સંદર્ભે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ મામલે સમગ્ર ગુજરાતમાંથી 533 લોકોની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસના 20 આગેવાનો અને કેટલાક સંગઠનો સાથે જોડાયેલા લોકો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. પ્રદિપસિંહે જણાવ્યું કે છેલ્લા 72 કલાકથી રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની એક પણ ઘટના બની નથી. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અશાંતિ ફેલાવનારો સામે કડકમાં કડક પગલા ભરાશે. જે તે સમયે પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક જરૂરી પગલા લેવાયા હોવાનું પણ પ્રદિપસિંહે જણાવ્યું છે.