પ્રધાનમંત્રી મોદીનો ફોટો લગાવી ગરીબોને 3 કરોડનો ચૂનો લગાવી ગયો આ વ્યક્તિ

લોકોને ઘરના ઘરની ખૂબ ઈચ્છા હોય છે. ગુજરાતમાં તો આ યોજના પણ છે. પણ માણસ જલ્દી મેળવવાની લાલચમાં ફસાતો જાય છે. અને આવી જ એક લાલચની કહાની સાંભળી તમે ભાડે રહેવાનું પસંદ કરશો પણ પોતાનું ઘર કોઈ દિવસ નહીં ખરીદો. આ લાલચ નામના શબ્દનો જ ફાયદો ઉઠાવીને 57 વર્ષના રાજેન્દ્રએ દિલથી ગરીબોને ઠગ્યા. પણ હવે પકડમાં આવી ગયો છે.

આ એવો વ્યક્તિ છે જે ટેક્નોલોજીની દુનિયામાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો ચીપકાવી તેને પોતાની સાથે અથવા તો સામે ઉભા રાખી લાખો લોકોનું હ્રદય જીતી આરામથી માલ્યા અને નિરવ મોદી બની ગયાની ડિગ્રી મેળવી લે છે. દિલ્હી પોલીસે આ કેસમાં રાજેન્દ્ર કુમાર ત્રિપાઠીની ધરપકડ કરી છે. જેણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ખોટી કંપની ખોલી. નહેરૂ પ્લેસમાં ઓફિસ ખોલી. એટલે કે જગ્યા પણ ભારતના એક ભૂતપૂર્વ વડાપ્રધાનની જ રાખી. વેબસાઈટ બનાવી અને મોદીજીનો ફોટો ચીપકાવી દીધો. એ પછી 2 હજ્જાર લોકોને 3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભીષ્મ સિંહના જણાવ્યા અનુસાર, રાજેન્દ્ર ફરિદાબાદનો રહેનારો છે. મૂળ તે ગોરખપૂરનો. કોમર્સમાં ગ્રેજ્યુએટ છે એટલે રૂપિયા મામલે દિમાગ તો ચાલવાનો જ. પહેલા તેણે LICના નામે એક NGO ખોલી. ગ્રામીણ મહિલાઓને ચૂનો લગાવ્યો, અલગ અલગ યોજનાઓ બનાવી અપન હી સરકાર હૈ એવું લોકોને સમજાવી પૈસા ચાઉં કરતો ગયો. પોતે હિરાસતમાં આવવાનો હતો તો પોતાની ઝિંદગીને ફિલ્મી કહાનીના ઢબે યુટર્ન આપી દીધો. કોઈ હોલિવુડ ફિલ્મની માફક તે પોતાના કામને નવા લેવલ પર લઈ ગયો. જેનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના. નહેરૂ પ્લેસમાં નેશનલ હાઉસિંહ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન નામે ઓફિસ ખોલી. આજ નામથી વેબસાઈટ બનાવી પીએમ મોદીના નામથી ચૂનો લગાવવાનું શરૂ કરી દીધું. લોકો પાન ખાતા રહ્યા અને પછી વધારે ચૂનાના કારણે મોઢું ફાટી ગયું.

આ ફોટો પરથી રહસ્ય ઉજાગર કરીએ તો આ ફોટો મુંબઈની એક વેબસાઈટ પરથી ઉઠાવવામાં આવ્યો છે. જ્યાં કોઈવાર નરેન્દ્ર મોદી સાથે વૈકેયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ એક ફોટોથી રાજેન્દ્રએ એવો કમાલ કર્યો કે એક હાથેથી કામ કરે તો બીજા હાથને ખબર ન પડે તેવી કામગીરી કરી નાખી. જેને કહેવાય A+ લેવલનું ફર્જીવાડા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter