GSTV
Home » News » મોરબીમાં ચાલીસ રાઉંડ ફાયરિંગ, એક બાળકનું મોત, પાંચ ઇજાગ્રસ્ત

મોરબીમાં ચાલીસ રાઉંડ ફાયરિંગ, એક બાળકનું મોત, પાંચ ઇજાગ્રસ્ત

મોરબીના કાલિકા પ્લોટમાં મોડી સાંજે જૂની અદાવતમાં અંદાજે ચાલીસ રાઉંડ જેટલુ ફાયરિંગ થયુ છે. જેમાં એક બાળકનું મોત થયું છે. આ ચોંકાવનારી ઘટનામાં ભાડૂતી માણસનો ઉપયોગ થયાની ચર્ચા વચ્ચે કુલ પાંચ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બાળકનુ સારવાર દરમિયાન મોત થયું છે.

હુમલો કરનારા બે શૂટરોમાંથી એકને લોકોએ ઝડપ્યો હતો. બાદમાં તેને મારીને અધમૂઓ કરી દેતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મહત્વનુ છે કે એક વર્ષ પહેલાં મુસ્તાક મીરનું હિતુભા ઝાલા સહિતના શખ્સોએ ખૂન કરી નાખ્યું હતું. ત્યારબાદ મીર અને ઝાલા જૂથ વચ્ચે વેરના બીજ રોપાયા હતા. બન્ને એક બીજાને ઢાળી દેવાની વેતરણમાં હતા.

દરમિયાન શનિવારે સાંજે કાલિકા પ્લોટમાં રહેતા આરીફ મીરના ઘર પાસે બે અજાણ્યા શખ્સો બાઈક પર ધસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં વિશાલ બાંભણિયા નામનો 12 વર્ષનો નિર્દોષ બાળક ગેંગવોરનો ભોગ બન્યો હતો. જયારે અન્ય એક ૧૧ વરસનો બાળક, પાંચ વરસની બાળકી અને અન્ય બે જણા ઘાયલ થયા હતા.

આરીફ મીરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ થયાની વાત વાયુવેગે પ્રસરી જતાં કાલિકા પ્લોટ વિસ્તારમાંથી લોકોનું ટોળું પોલીસ સ્ટેશન સામે ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. મોરબીમાં એક વર્ષ પહેલાં મુસ્તાક મીરની સરાજાહેર ગોળીઓ ધરબી દઈ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ખૂન કેસમાં હિતુભા ઝાલા સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

મુસ્તાકની અંતિમયાત્રા નીકળી ત્યારે જ મીર જૂથે સોગંધ લીધા હતા કે વિરોધી જૂથના શખ્સોને ઢાળી દઈશું. જો કે જેલમાં રહેલા હિતુભા ઝાલા પેરોલ પર છૂટીને ફરી જેલમાં હાજર થયા ન હતા. આથી મોરબીના લોકોને પણ શંકા હતી કે મીર અને ઝાલા જૂથ વચ્ચે ફરી કંઈક નવાજૂની થશે. બન્ને જૂથ એક બીજાને ભરી પીવા છેલ્લા એક વર્ષથી તત્પર હતું અને મોકાની રાહ જોતું હતું.

શનિવારે કાલિકા પ્લોટમાં મુસ્તાકના ભાઈ આરીફને ત્યાં રાજવીરસિંહ સહિતના બે શખ્સ ધસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આમ મીર જૂથ વળતો હુમલો કરે તે પહેલાં ઝાલા જૂથના શખ્સો આરીફના ઘરે પહોંચી ગયા હતા અને ખેલ પાડી દીધો હતો.

Related posts

અમેઠીની આયર્ન લેડી બની સ્મૃતિ ઈરાની, કાર્યકર્તાને આપી કાંધ

Mayur

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva

ગુજરાતમાં ફાયર સેફ્ટિ વિનાના 9395 બિલ્ડિંગ્સને શો-કોઝ નોટિસ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!