અમદાવાદ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે એકલ દોકલ યુગલોને ટાર્ગેટ કરતો હતો. આ આરોપી પહેલા પ્રેમીપંખીડા સાથે લૂંટ કરતો અને બાદમાં યુવકને બાંધીને યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. દિવાળી પહેલા કડી તાલુકા વિસ્તારમાં આવા બે બનાવો બન્યા હતા. જોકે ગુનાને અંજામ આપતી વખતે આરોપી તેના સાગરીતોને સાથે લઈને આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ પણ તે જેલમાં ઘણી વખત જઈ ચૂક્યો છે. જોકે જેલમાંથી બહાર નિકળ્યા બાદ તે આજ રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા લાગે છે. પોલીસે આરોપીને હાલ દબોચી લીધો છે અને તેના સાગરીતોની શોધખોળ આરંભી છે.

અવાવરું જગ્યા પર પ્રેમી સાથે એકલા બેસનારા વ્યક્તિઓ એ ચેતવા જેવો કિસ્સો છે. ક્રાઈમ બ્રાન્ચે આવા જ એક શખ્સને ઝડપી પાડ્યો છે જે એકલ દોકલ બેસતા પ્રેમી પંખીડાને ટાર્ગેટ કરી લૂટ મચાવે છે અને બાદમાં યુવતીને ખેચી લઇ જઈ તેના પર ગેંગ રેપ કરી આરોપીઓ ફરાર થઇ જાય છે.

પોલીસ પકડમાં ઉભેલો આ શખ્સ છે અકબર ઉર્ફે લૂલો ડફેર. તેની પર આરોપ છે કે તે ગેંગ સાથે આવે છે એકલ દોકલ બેસેલા કપલને ટાર્ગેટ કરે લૂટ મચાવે છે અને બાદમાં યુવતી સાથે કરે છે. ગેંગ રેપ જીહા દિવાળી અગાઉ કડી તાલુકા વિસ્તારમાં આવા જ ૨ ગુના દાખલ થયેલા હતા. બંને ગુના જે દાખલ થયા તેમાં કપલ બેઠેલું હતું તેને રોકી યુવતીને પકડી રાખી હતી અને યુવકને બાંધી રાખી યુવતીએ પહેરેલા ઘરેણા લૂટી લીધા હતા અને બાદમાં અવાવરું જગ્યા પર લઇ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં ફરાર થઇ ગયા હતા.

તો આરોપીએ કબુલાત કરી છે કે તેની ગેંગમાં ૪ થી ૫ શખ્સ છે અને આજ રીતે લૂટ મચાવે છે. આરોપી વર્ષ ૨૦૦૦ની સાલથી ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અત્યાર સુધી અકબર રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં લૂટ વિથ મર્ડર નો ૧ ટ્રક ડ્રાઈવર સાથે લૂટના ૧૦ ગુના લૂટ ૧ ઘરફોડ ૫ હથિયારના ૭ વાહન ચોરીના ૧ ખિસ્સા કાપવાના ૧ ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપી અકબર જેલમાં જાય છે અને બાદમાં બહાર આવી આજ રીતે આતંક મચાવે છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે તેની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
READ ALSO
- ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં
- LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી
- REALME C20 સ્માર્ટફોન લોંચ, મળશે મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર