GSTV
News Trending World

ધરપકડના ભણકારા / પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ જારી અરેસ્ટ વોરન્ટ, જાણો શું છે મામલો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI)ના વડા ઈમરાન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે જેના પગલે ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. એક ન્યૂઝના અહેવાલ પ્રમાણે ઈમરાન ખાને 20 ઓગસ્ટના રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ જેબા ચૌધરી વિશે ટિપ્પણી કરી હતી. આ કેસમાં જ ઇમરાન ખાન વિરુદ્ધ આ વોરંટ જારી કર્યું છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈમરાન ખાન વિરુદ્ધ સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. આ અગાઉ ઈમરાન પર અધિકારીઓ અને જજને ધમકાવવાના મામલે કેસ નોંધાઈ ચૂક્યા છે જોકે, આ મામલે કોર્ટે જામીન પણ આપી દીધા છે. ઇસ્લામાબાદના સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદ દ્વારા તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

ચાર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

FIRમાં પાકિસ્તાન પીનલ કોડ (પીપીસી) ની ચાર કલમો છે – 506 (ગુનાહિત ધમકી માટે સજા), 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના હેતુથી ઈરાદાપૂર્વક અપમાન), 189 (જાહેર સેવકને ધમકી), અને 188 ( યોગ્ય રીતે જાહેર કરાયેલા આદેશનો અનાદર). ઇમરાન ખાન દ્વારા એફિડેવિટ સબમિટ કર્યાના કલાકોમાં વોરંટ આવ્યું હતું.

READ ALSO

Related posts

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk
GSTV