ઈલેક્ટ્રોથર્મ કંપનીના ડિરેકટર શૈલેષ ભંડારીની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગત 4 જાન્યુઆરીએ ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટરો અને એમડીએ બેન્ક સાથે 600 કરોડથી વધુની ઠગાઈ આચરવા મામલે સીબીઆઈએ રેડ કરી. સીબીઆઈની ટીમ બોપલ આંબલી રોડ પરના જયંતીલાલ પાર્ક ખાતેના ઘરમાં સર્ચ કર્યું હતુ. જ્યાં શૈલેષ ભંડારીના ઘરેથી રૂપિયા 1.10 લાખથી વધુની કિંમતની દારૂની 52 બોટલ મળી હતી. સાથે જ રદ થયેલી 500 અને હજારની 76 હજાર રૂપિયાની નોટ મળી આવી હતી.

સમગ્ર મામલે શૈલેષ અને તેનો પુત્ર સુરજ સામે ગુનો નોંધી સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. જયારે શૈલેષ ભંડારી મળી ન આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો. જો કે શૈલેષ ભંડારી આજે સવારેના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતુ. અગાઉ કરોડો રૂપિયાના ચિટિંગ કેસમાં કૌભાંડી શૈલેષ ભંડારીની સાતેજ પોલીસ સ્ટેશનમાં પણ ધરપકડ થઈ હતી.
કૌભાંડી શૈલેષ ભંડારીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે શૈલેષ ભંડારી કોઈ બીજા કેસમાં વોન્ટેડ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. કારણ કે અગાઉ કરોડો રૂપિયા ચિટિંગ કેસમાં કૌભાંડી શૈલેષ ભંડારીની સાતેજ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ ચૂકી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ