GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

3 કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કર્યા હતા ટુકડા, આ એક જ ભૂલ ભારે પડી ગઈ

અમદાવાદના હાથીજણ રોડ પરથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક યુવકની ધરપકડ કરી છે. 12 લાખ રૂપિયાની લેતીદેતી મામલે ગોમતીપુરના યુવકની તેના જ ભાગીદારએ ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં ભરી દીધી હતી. પોલીસે અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના બે પ્લાસ્ટીકની થેલીઓ લઇને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું.

પોલીસે રિક્ષાચાલકની પુછપરછ કરતા મતબુલ શેખ નામના યુવકે 300 રૂપિયા આપી બે થેલી મંગાવી હોવાનું જાણવા મળ્યું હતુ. હત્યા કર્યા બાદ મતબુલ ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. જેથી પોલીસે એક ટીમ ઉત્તરપ્રદેશ મોકલી હતી. જો કે પ્લેન મારફતે અમદાવાદ આવેલા મતબુલ શેખની ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

વિશ્વમાં પાકિસ્તાન ખુલ્લુ પડ્યું, UNના રિપોર્ટમાં આતંકનો ગઢ હોવાનું સામે આવ્યું

Pravin Makwana

મહામારી વચ્ચે વૈજ્ઞાનિકોએ શોધ્યો સોલર કોરોના, ધરતી પર ફેલાયેલા કોરોના કરતાં આટલો છે અલગ

Bansari

કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ માટે આખી હોસ્પિટલમાં આંટા માર્યા બાદ ખબર પડી કે…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!