GSTV

જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનારની મધ્ય પ્રદેશથી ધરપકડ

જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગના હથિયારના સપ્લાયર બળવંતસિંહ ઉર્ફે બલ્લુ પટવાની ધરપકડ થઈ. મધ્યપ્રદેશના ધારથી તેની ધરપકડ કરાઈ. વર્ષ 2019માં જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલા જામનગરના પ્રોફેસર રાજાણી પાસે જયેશ પટેલે એક કરોડની ખંડણી માગી હતી. ખડણી નહીં આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બઠિયા પાસે ફાયરીગ કરાવડાયું હતું. જે ગુન્હામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ દરમ્યાન ખુલાસો થયો હતો કે હથિયાર MP ના ધાર જિલ્લાના બળવતસિંહ ઉર્ફે બ્લલું એ પુરા પડ્યા હતા.

આરોપી બ્લલુ પટવા જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપ્લાય કરતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે તે ગુજરાતમાં અત્યાર સુધી 100 વધુ હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં આલગ અલગ ગેંગને હથિયાર પુરા પાડી ગુનાહિત કૃત્યમાં સાથ આપતો હતો. બ્લલુ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં આમ્સ એકટના ગુન્હા નોંધાયેલા છે. એટીએસએ આરોપી બલ્લુનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે.

READ ALSO

Related posts

સુરત કલેક્ટર કચેરી બહાર મહિલાએ મચાવ્યો હોબાળો, લોકડાઉન દરમિયાન પતિ ગેરપ્રવૃતિ કરાવતો હોવાનો આરોપ

Nilesh Jethva

ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરવા બદલ કેનેડિયન PMથી નારાજ ભારત, હાઈકમિશનને આપ્યું સમન્સ

Pravin Makwana

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!