GSTV
Home » News » વિશ્વ પટલ પર પીએમ નરેન્દ્ર મોદીની ધૂમ, લોકપ્રિયતાના નવા મુકામ પર નમો

વિશ્વ પટલ પર પીએમ નરેન્દ્ર મોદીની ધૂમ, લોકપ્રિયતાના નવા મુકામ પર નમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી વધુ પ્રશંસા મેળવનાર હસ્તિઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર ભારતીય પુરુષ છે. તે બાદ આ લિસ્ટમાં બીજા ક્રમે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ભારતીય મહિલાઓમાં પ્રથમ સ્થાન પર દીપિકા પાદુકોણ છે.

બ્રિટનની ઇન્ટરનેટ માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ YouGov દ્વારા જારી આ દુનિયાના ટૉપ-20 પ્રશસિત મહિલા અને પુરુષોની લિસ્ટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ઇન્ટરનેટ અને ડેટા માર્કેટિંગ ફર્મ YouGovએ આ લિસ્ટ ઓનલાઇન વોટિંગના આધારે જારી કરી છે.

ગત વર્ષની જેમ બિલ ગેટ્સ આ વર્ષે પણ દુનિયાના સૌથી લોકપ્રિય પુરુષોમાં પ્રથમ સ્થાને છે. જ્યારે મહિલાઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા પ્રથમ સ્થાને છે. તેમણે હોલીવુડ એક્ટ્રેસ એન્જેલિના જૉલીને પાછળ છોડતાં આ રેન્કિંગ હાંસેલ કરી છે.


બોલીવુડના પુરુષ કલાકારોની યાદીમાં સૌથી ટૉપ પર અમિતાભ બચ્ચનનું નામ છે. YouGovએ પોતાની આ લિસ્ટમાં તેમને 12મું સ્થાન આપ્યું છે. કિંગ ખાન શાહરૂખ ખાન આ લિસ્ટમાં 16મા સ્થાને છે. શાહરૂખ અને અમિતાભ બચ્ચન બાદ સલમાન ખાન પણ આ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. તે YouGovની લિસ્ટમાં તે 18મા સ્થાને છે.

સાથે જ YouGovની 20 સૌથી વધુ પ્રશંસાપાત્ર અભિનેત્રીઓની વાત કરીએ તો આ લિસ્ટમાં બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા સહિત દીપિકા પાદુકોણ અને સુષ્મિતા સેનનું નામ પણ સામેલ છે.

દુનિયાના સૌથી લોકપ્રિય પુરુષો

નામપ્રશંસાની ટકાવારીરેન્ક
બિલ ગેટ્સ9.61
બરાક ઓબામા9.22
જેકી ચેન5.73
શી જિનપિંગ5.14
જેક મા4.95
નરેન્દ્ર મોદી4.86
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો4.37
દલાઇ લામા4.28
લિયોનેલ મેસી3.89
વ્લાદિમીર પુતિન3.710
વૉરેન બફેટ3.311
અમિતાભ બચ્ચન2.912
એલન મસ્ક2.913
ડોનાલ્ડ ટ્રમ્પ2.614
પૉપ ફ્રાંસિસ2.415
શાહરૂખ ખાન2.216
ઇમરાન ખાન1.917
સલમાન ખાન1.718
રેસેપ તૈયપ એર્ડોગન1.519
એંડી લૉ1.520
—-

દુનિયાની સૌથી લોકપ્રિય મહિલાઓ

નામપ્રશંસાની ટકાવારીરેન્ક
મિશેલ ઓબામા8.81
ઓપેરા વિનફ્રે6.92
એન્જેલિના જૉલ6.83
ક્વીન એલિઝાબેથ-25.94
એમ્મા વૉટસન45
મલાલા યુસુફઝઇ3.96
પેંગ લિયુઆન3.97
હિલેરી ક્લિંટન3.68
તૂ યૂયૂ3.59
ટેલર સ્વિફ્ટ3.310
મેડોના311
એન્જેલિના મર્કેલ2.812
દીપિકા પાદુકોણ2.813
પ્રિયંકા ચોપરા2.814
એલેન ડીનેજર્સ2.715
ઐશ્વર્યા રાય2.716
સુષ્મિતા સેન2.217
થેરેસા મે218
મિલેનિયા ટ્રમ્પ1.619
યાંગ મી1.320

Read Also

Related posts

બહેરીન પહોંચ્યા વડાપ્રધાન મોદી, પ્રિન્સ ખલીફા બિન સલમાન સાથે કરી મુલાકાત

Riyaz Parmar

મોદીને મળ્યું આજે યુએઈનું સૌથી મોટુ સન્માન, જાણો કયા કયા નેતાઓ રહ્યા છે નસીબદાર

Riyaz Parmar

ઈઝરાયલે ઈરાકમાં કરી એર સ્ટ્રાઈક, હથિયાર ડેપો પર વરસાવ્યા બોમ્બ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!