GSTV

જયપુરમાં મનમુકીને વરસ્યા મેઘરાજા: ગણતરીના કલાકોમાં થયો 5 ઇંચ જેટલો વરસાદ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બારે મેઘ ખાંગા થયા હતા. શુક્રવારે સવારે અમુક કલાકોમાં ભારે વરસાદ ખાબકી જતા સમગ્ર જયપુરની હાલત કફોડી થઇ ગઇ હતી. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યુ. આખી કાર પાણીમાં તરી રહી હતી.

અમુક કલાકોમાં વરસ્યો 5 ઇંચ જેટલો વરસાદ

જયપુરના રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા

રહેણાંક વિસ્તારોમાં જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સવારે અમુક કલાકોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા જયપુરમાં માર્ગો પર કમરથી છાતી સુધીના પાણી ભરાઇ ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહના કારણે કાર સહિત અનેક વાહનો તણાયા હતા. તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સની ટીમોને 13 જેટલા વિસ્તારોમાં રેસ્ક્યૂ માટે મોકલવામાં આવી હતી.

તમામ ઓફિસોમાં રજા જાહેર કરવાની ફરજ પડી

જયપુરમાં વહેલી સવારે શરૂ થયેલો વરસાદ બપોર સુધી ચાલુ રહ્યો. જેના કારણે સમગ્ર જયપુરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી. ભારે વરસાદના કારણે તાબડતોબ તમામ ઓફિસોમાં રજા જાહેર કરી દેવામાં આવી. અનેક લોકોનો ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તો કેટલાક સ્થળોએ તો અડધા મકાન જળમગ્ન થયા હતા.

અનેક સરકારી કચેરીઓ જળમગ્ન

જયપુરની આરટીઓ ઓફિસ, રોડવેઝ મુખ્યાલય, રેલવે ડીઆરએમ ઓફિસ, ખાસા કોઠી, સર્કિટ હાઉસ, હાથી ગાવ, જલ મહેલ સહિત મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. બીજી તરફ હોટલ તીજ, આબકારી મથક સહિત જુદી જુદી સરકારી ઓફિસોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

જયપુર ઉપરાંત પરકોટે, માનસરોવર, સાંગાનેર, માલવીય નગર, સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો. જયપુરમાં ટુંકાગાળામાં એટલો ભારે વરસાદ વરસ્યો કે લોકોને ઘરે પહોંચવાની તક પણ ન મળી. અનેક લોકો જુદા જુદા સ્થળોએ ફસાઇ ગયા હતા. લોકો રેલવે સ્ટેશન. બસ સ્ટેન્ડ તેમજ જુદા જુદા મોલમાં વરસાદથી બચવા માટે રોકાયા હતા. ભારે વરસાદના કારણે જયપુરના ફેરમાઉન્ટ હોટલને આસ-પાસ પણ પાણી ભરાઇ ગયું હતુ.

Related posts

ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને લૂંટી લેવા માટે સરકારે લાલ જાજમ પાથરી, પાણીના ભાવે ઉદ્યોગપતિઓને જમીન વેંચી દીધી

Nilesh Jethva

મારુતિ સુઝુકીના આ મોડેલની છે મોટી માગ, વેચાઈ ગઈ 3 લાખથી વધુ કાર

Karan

કામની વાત/ રેલવેએ આ કારણે કેન્સલ કરી નાંખી છે આટલા રૂટોની ટ્રેનો, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!