GSTV
Home » News » J&K: રાજકિય નેતાઓની ફરિયાદને પગલે 400થી વધુ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પુન: બહાલ

J&K: રાજકિય નેતાઓની ફરિયાદને પગલે 400થી વધુ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પુન: બહાલ

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યનાં 400થી વધારે નેતાઓને ફરી સુરક્ષા આપી છે. પુલવામા આતંકી હુમલા બાદ રાજ્ય પ્રશાસન દ્વારા 900થી વધુ લોકોની સુરક્ષા હટાવી લેવાઇ હતી. જે સુરક્ષા વ્યવસ્થા ફરી બહાલ કરવામાં આવી છે. આ મામલે લાંબી બેઠકને અંતે આ નિર્ણય લેવાયો છે.

રાજ્યનાં મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમનાં આ વિવાદીત નિર્ણયનો અનેક રાજકિય પક્ષોએ વિરોધ કર્યો હતો. રાજ્યપાલ સત્યપાલિ મલિકે પણ ગૃહ મંત્રાલયનાં આ નિર્ણય પરત્વે નારાજગી જાહેર કરી હતી. મળતી માહિતી પ્રમાણે રાજ્યનાં રાજકિય પક્ષોએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે ચૂંટણી દરમિયાન લેવાયેલા આ નિર્ણયથી મુખ્ય ધારામાં રહેતા નેતાઓનાં જાનનું જોખમ છે. આ સાથે જ આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયનો આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે.

ગત શનિવારે શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા સ્થિતી વિશે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો.ગત મહિને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાંવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા મામલે ચર્ચા-વિચારણા કર્યા પછી 919 મુખ્યધારાનાં અને અલગતાવાદી નેતાઓની સુરક્ષા પરત લેવામાં આવી હતી. જેમાંથી 22 અલગાવવાદી નેતાઓ પણ શામેલ હતાં.

Mehbooba Mufti

મહત્વનું છે કે પુલવામા આતંકી હુમલા બાદ વહિવટી તંત્ર દ્વારા અલગાવવાદી નેતાઓને અપાયેલી સુરક્ષા વિડ્રો કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તિ, રિટાયર્ડ IPS અધિકારી શાહ ફૈસલ, પીડીપી નેચા વાહિદ પરા, અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂક સહિતનાં સામેલ હતાં.

છેલ્લા એક વર્ષથી જમ્મુ-કાશ્મીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. અહિં 11 એપ્રિલથી 6 મે સુધી કુલ પાંચ ચરણમાં લોકસભા ચૂંટણીનું મતદાન થશે. જેનું પરિણામ 23 મેનાં રોજ જાહેર કરાશે.

READ ALSO 

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!