GSTV
Home » News » ભાજપના ધારાસભ્યની અફવાના કારણે 200 મકાનનો હુરિયો બોલાવી દીધો

ભાજપના ધારાસભ્યની અફવાના કારણે 200 મકાનનો હુરિયો બોલાવી દીધો

ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલ્લીએ ઉત્તરી બેંગલુરૂના કરિયમ્માના અગ્રહારા વિસ્તારની ઝૂંપડપટ્ટીનો એક વીડિયો ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશી પ્રવાસીઓ રહે છે. આ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસરની પ્રવૃતિઓ ચાલી રહી છે. અધિકારીઓએ આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. ત્યાર બાદ દબાણ હટાવો અભિયાન ચલાવી અધિકારીઓએ ઝૂંપડીપટ્ટીનો ખાત્મો બોલાવી દીધો હતો.

મૌખિક ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ 11 જાન્યુઆરીએ બેંગલુરૂ પોલીસે એક સર્વે નં 35/2ના માલિકને નોટિસ આપી હતી અને આ જમીન પર જે ઝૂંપડપટ્ટી બનાવી છે તે મંજૂરી વગર બનાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસનો દાવો છે કે, આ ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. આ નોટિસમાં દબાણ હટાવા અને તે અંગે વિવરણ આપવા જણાવાયું હતું. જો કે, તપાસ કરતા તમામ રહેવાસી કાયદેસરના નિકળ્યા હતા.આ તમામ લોકો પૂર્વોત્તર રાજ્ય અને ઉત્તરી કર્ણાટકના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

READ ALSO

Related posts

જો તમે ડાયટ કરી રહ્યા છો તો, તમારા માટે ખાવામાં બેસ્ટ છે આ ‘દલિયા ની ટિક્કી’

Ankita Trada

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana

વર્કિંગ કપલ આ ટીપ્સની મદદથી પોતાની જિંદગીને બનાવો સરળ, આ રીતે કરો દરેક કામ મેનેજ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!