GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

શું તમે હજુ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ નથી કરી ? તો જલ્દી કરજો, નહીં મળે આ 5 લાભ

ભારતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે,સરકારે દેશની જનતા માટે રાહત પેકેજ આપ્યુ છે,જેમા દેશના દરેક વર્ગને સહાય મળે તેવી આશા છે અને ભારત સરકારે કોરોનાને લગતી માહિતી દરેક સુધી પહોચી શકે તે માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન સુવિધા આપવામાં આવી છે,આ એપ્લિકેશન 2 એપ્રિલે લોન્ચ કરવામાં આવી.અને માત્ર 13 જ દિવસમાં 5 કરોડ લોકો તેનો ઉપયોગ કરતા થઇ ગયા.પરંતુ જે લોકો એ હજુ આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તેના માટે ચેતવણીની ઘંટી છે. કારણકે જે લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે અનેક સુવિધાના લાભથી વંચીત રહી શકે તેમ છે. જાણી લો કઇ સુવિધાનો લાભ મળે છે આરોગ્ય સેતુ એપ દ્વારા

ડોક્ટર પાસેથી ફ્રીમાં સલાહ

આ એપમાં ટૂંક સમયમાં ટેલીફોનથી ડોક્ટરોની સાથે કન્સલ્ટેશનની સુવિધા જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર કોરોનાવાઈરસ મહામારી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને મજબૂત બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.

ઈ-પાસ માટે અરજી કરી શકાય

આ એપ દ્વારા હવે તમે લોકડાઉનનો ઈ-પાસ મેળવી શકશો. આ વિશે આરોગ્ય સેતુ એપ પર નવું સેક્શન ઈ-પાસ (e-pass) જોડવામાં આવ્યું છે. એપમાં જોવા મળતી સૂચનાઓ અનુસાર, ટૂંક સમયમાં એપ પર ઈ-પાસની સુવિધા શરૂ થવાની છે. આવી સ્થિતિમાં જરૂરી કામ માટે બહાર ન નીકળી શકતા લોકોને રાહત મળશે. જો કે, NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) અથવા સરકાર દ્વારા આ સુવિધા વિશે કોઈ સૂચના જાહેર કરવામાં નથી આવી કે, આરોગ્ય સેતુથી ઈ-પાસ માટે શું શરતો હશે અને કઈ પરિસ્થિતિમાં લોકોને ઈ-પાસ જારી કરવામાં આવશે.

ઓનલાઈન દવાઓ મગાવી અને ટેસ્ટ કરાવવા માટે કરી શકો છો

ઉપયોગ ઓનલાઈન દવાઓની ડિલીવરી માટે આરોગ્ય સેતુ મિત્રએ 1mg, NetMeds, PharmEasay,અને MedLifeની સાથે ભાગીદારી કરી છે, જે તમારા ઘર સુધી દવાઓ પહોંચાડવાનું કામ કરશે. તે ઉપરાંત હોમ લેબ ટેસ્ટ ડો. લાલ પેથલેબ્સ, મેટ્રોપોલ્સ અને અન્ય દ્વારા કરી શકાશે.

રેલવેના મુસાફરો માટે ફરજિયાત

ભારતીય રેલવેની 12 મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી છે, જેમાં મુસાફરી માટે ‘આરોગ્ય સેતુ એપ’ને ફોનમાં ડાઉનલોડ કરવી ‘ફરજિયાત’ કરી છે. રેલવે મંત્રાલયે તેની જાણકારી આપતા ટ્વિટ કરી છે. રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે, જે લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ નહીં હોય, તેમને સ્ટેશન પર જ એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ તેઓ ટ્રેનમાં બેસી શકશે.

ફલાઈટમાં મુસાફરી કરવા માટે પણ જરૂરી

જો તમે ફ્લાઇટથી ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં પણ આરોગ્ય સેતુ એપ જરૂરી બનાવવામાં આવી છે. સરકાર 17 મે પહેલા એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. માત્ર સ્વસ્થ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી મળશે. ઉડાન સેવાઓ ફરીથી શરૂ કરતા પહેલા સરકારે સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે, આ લિસ્ટમાં લખ્યું છે કે ફોનમાં આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત છે.

READ ALSO

Related posts

જલ્દી કરો! મુંબઈ મેટ્રોમાં નીકળી બમ્પર ભરતી, પગાર મળશે 1.23 લાખ રૂપિયા

Ankita Trada

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, હવે અહીં જઈ પણ નહીં શકે સૈનિકો

Harshad Patel

યશબેંકના પૂર્વ CEOને ઈડીનો વધુ એક ઝટકો, લંડનમાં આવેલી સંપતિ સહિતની વસ્તુઓ ટાંચમાં લેવા માટે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!