લોકોને કોરોના વિશે સાચી અને સચોટ જાણકારી આપવા માટે ભારત સરકારે નવી એપ આરોગ્ય સેતુને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. તેને એન્ડ્રોઈડ અને ios બંને યુઝર ઉપયોગ કરી શકશે. તેને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપ કોરોનાવાઈરસ અથવા કોવિડ-19ને લઈને યુઝર સુધી ન માત્ર સચોટ પણ સાચી જાણકારી પહોંચાડશે પરંતુ તેમને કોઈપણ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતાથી પણ અટકાવશે.
કેવી રીતે કામ કરશે એપ
આરોગ્ય સેતુ જેને સંસ્કૃતમાં અર્થ સ્વાસ્થ્ય સેતુ થાય છે. એપમાં એક ચેટબોટ પણ છે, જેમાં યુઝરને કોરોનાની મહામારી સાથે જોડાયેલા સવાલોના સાચા જવાબો આપે છે. તેના દ્વારા યુઝર તેના અંદર કોરોનાના લક્ષણોની ઓળખ કરી શકશે પરંતુ એપ પણ જાણકારી આપશે કે જાણ્યા અજાણ્યા યુઝર કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના આવ્યો છે કે નહીં. તેના આધારે યુઝરને આગળ શું કરવું તેની સલાહ આપશે.
મહામારીથી બચાવવાની ટિપ્સ આપશે
જો યુઝર હાઈ રિસ્ક વિસ્તારમાં છે તો એપ તેને કોરોના ટેસ્ટ કરાવવા, હેલ્પલાઈન નંબર પર ફોન કરવાની અને નજીકના સ્લાસ્થ્ય કેન્દ્ર પર જવાની સલાહ આપે છે. તેના માટે એપને કોરોના પીડિતોના ડેટાબેઝથી સાથે જોડવામાં આવી છે, જો કે, ધીમે ધીમે એપ જાતે જ ડેટાબેઝ પણ તૈયાર કરશે. એપ યુઝરને આ મહામારીથી બચાવવાની ટિપ્સ આપશે પરંતુ સંક્રમિત હોવા પર સરકાર સુધી જાણકારી પહોંચાડશે.
11 ભાષાઓને સપોર્ટ કરશે
કોરોના ટ્રેકર એપ આરોગ્ય સેતુ અત્યારે 11 ભાષાઓમાં કામ કરશે, જેમાં હિન્દી અને અંગ્રેજી પણ સામેલ છે. તે બ્લૂટૂથ અને લોકેશન એક્સેસ કરીને કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા યુઝરે મોબાઈલ નંબરથી એપમાં રજિસ્ટર્ડ થવું પડશે. ત્યારબાદ એપ યુઝર પાસેથી કેટલીક વ્યક્તિગત માહિતી માંગશે, જે વૈકલ્પિક હશે. પ્રાઈવેસીની વાત કરીએ તો સરકારનો દાવો છે કે, તમામ મહત્ત્વપૂર્ણ જાણકારી એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સ્ટોર થશે અને કોઈ થર્ડપાર્ટી વેન્ડર સાથે તેને શેર કરવામાં આવશે નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલયની લાઈવ ટ્વિટ પણ જોઈ શકાશે
એપમાં હોમ સ્ક્રીન પર પહોંચ્યા બાદ તે યુઝરને લોકેશન દ્વારા જણાવશે કે તે સેફ જગ્યા પર છે કે નહીં. એન્ડ્રોઈડ યુઝર સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલ લાઈવ ટ્વિટ પણ જોઈ શકશે. જો કે, એન્ડ્રોઈડ અને એપલ બંને વર્ઝનમાં લગભગ એક જેવા ફીચર્સ મળશે, જેમાં કોરોના સાથે જોડાયેલી એડવાઈઝરી પણ સામેલ છે.
આરોગ્ય સેતુ એપ કોવિન-20નું ફાઈનલ વર્ઝન
ગત સપ્તાહના રિપોર્ટ પ્રમાણે, નીતિ આયોગ પણ કોરોના ટ્રેક એપ પર કામ કરી રહ્યું છે, જેનું નામ કોવિન-20 છે. નેક્સ્ટ વેબનો દાવો છે કે, આરોગ્ય સેતુ એપ કોવિન-20નું ફાઈનલ વર્ઝન છે. તે ઉપરાંત ઘણા રાજ્ય સરકાર દ્વારા કોરોના ટ્રેકિંગ એપ લોન્ચ કરવામાં આવી છે જેથી લોકો સાવધાન રહે અને આ વાઈરસથી બચી શકે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…