GSTV
Gujarat Government Advertisement

સોનિયા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરવા મામલે અર્નબ ગોસ્વામીને મળી સુપ્રીમ કોર્ટમાંથી રાહત

Last Updated on April 24, 2020 by Pravin Makwana

ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી વિરૂદ્ધ કથિત ટીપ્પણી કરવાના મામલે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ દાખલ થયેલી તમામ એફઆઇઆર પર સ્ટે મુકી દીધો છે. જ્યારે કે નાગપુરમાં દાખલ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે મુંબઇ પોલીસ કમિશનરને અર્નબ અને તેની ચેનલને સુરક્ષા પુરી પાડવાનો નિર્દેશ પણ આપ્યો છે. કોર્ટે વચગાળાના આદેશમાં ગોસ્વામીની વિરૂદ્ધ ત્રણ સપ્તાહ સુધીમાં કોઈ પણ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

ટીવી ડિબેટમાં સોનિયા ગાંધી પર કરી હતી વાંધાજનક ટિપ્પણી

આ દરમિયાન તેઓ આગોતરા જામીન અરજી દાખલ કરી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે એક ટીવી ડિબેટ દરમિયાન અર્નબે સોનિયા ગાંધીની વિરૂદ્ધમાં વાંધાજનક ટીપ્પણી કરી હતી. ત્યારબાદ દેશના જુદા જુદા ભાગોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા અર્નબની વિરૂદ્ધ કેસ નોંધાવવામાં આવ્યા છે. અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટે અરજી કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પડકારી હતી, ત્યારે આ અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિલ એમ.આર.શાહે સુનાવણી હાથ ધરી હતી.

કોર્ટમાં અર્નબ ગોસ્વામી તરફથી વકીલ મુકુલ રોહતગી હાજરે રહી દલીલ કરી હતી. જ્યારે કે કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ દલીલો રજૂ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!