GSTV

પુલવામા હુમલાના 45 દિવસમાં જ સૈન્યએ કરી દીધો સફાયો, અત્યાર સુધીમાં 66 આતંકીઓ ઠાર કર્યા

Last Updated on April 22, 2019 by

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 66 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. જેમાંથી 27 આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છે. જૈશના આ આતંકીઓમાંથી 19 આતંકવાદીઓને પુલવામા હુમલા બાદ ઠાર મારવામાં આવ્યા છે.

સેનાના સૂત્રો મુજબ પુલવામા હુમલાના 45 દિવસમાં આ ષડયંત્રમાં સામેલ જૈશ-એ-મોહમ્મદની ટુકડીના મોટા ભાગના આતંક ઠાર કરી દેવાયા છે. અથવા તો ધરપકડ કરી લેવાયા છે. જેમાં કામરાન, મુશાશિર અહેમદ ખાન, સજ્જાદ ભટ સામેલ છે. આ ઉપરાંત જૈશના ટોપ કમાન્ડરનો પણ ખાત્મો બોલાવાયો છે. જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી નિસાર અહેમદ તાંત્રે અને સજ્જાદ હાલમાં એનઆઇએની કસ્ટડીમાં છે.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!