GSTV
India ટોપ સ્ટોરી

બુલંદશહરમાં હિંસા મામલે આરોપી જીતૂ ફૌજીને કરાયો એસટીએફને હવાલે

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગૌહત્યાની આશંકામાં ભડકેલી હિંસા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની ગોળી મારીને હત્યા કરવાના મામલામાં એસઆઈટીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આર્મી ઈન્ટેલિજન્સે હત્યાના મુખ્ય આરોપી જિતેન્દ્ર મલિક ઉર્ફે જીતૂ ફૌજીને શનિવારે મોડી રાત્રે એરેસ્ટ કરીને યુપી એસટીએફને હવાલે કર્યો છે. આરોપી જિતેન્દ્ર મલિક એરેસ્ટ પહેલા 36 કલાક પોલીસના રડાર પર હતો.

યુપી એસટીએફની ટીમ હવે તેને બુલંદશહેર લાવી રહી છે. અહીં હત્યામાં વાપરવામાં આવેલી પિસ્તોલ જપ્ત કરવાની કોશિશો હાથ ધરાશે. તો એસટીએફની પૂછપરછમાં જીતૂ ફૌજીએ પોલીસ ઈન્સ્પેક્ટર અથવા સુમિત નામના યુવકને ગોળી માર્યા હોવાના આરોપોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે તેને આના સંદર્ભે કંઈપણ જાણકારી નથી. જો કે તેણે સ્વીકાર કર્યો છે કે તે ભીડમાં સામેલ હતો.

મહત્વપૂર્ણ છેકે બુલંદશહર હિંસાના મામલે કાર્યવાહી કરતા સીઓ અને પોલીસ ચોકીના ઈન્ચાર્જને હટાવવામાં આવ્યા છે. એસએસપીની પણ બદલી કરવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ. આરોપી જીતૂ ફૌજી રાષ્ટ્રીય રાઈફલ્સમાં તેનાત છે. તે પંદર દિવસની રજા પર બુલંદશહર આવ્યો હતો. હિંસા સમયે તે ઘટનાસ્થળે હાજર હતો અને બાદમાં જમ્મુ-કાશ્મીર જવા માટે નીકળી ગયો હતો. આર્મી ઈન્ટેલિજન્સ જીતૂ ફૌજીની ધરપકડ કરવા માટે સોપોર ગઈ હતી.

સૂત્રો મુજબ જિતેન્દ્ર મલિકે પોતાના યુનિટને જણાવ્યુ હતુ કે તે એફઆઈઆર નોંધાવા માટે ત્રીસ અન્ય લોકો સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. પરંતુ મારામારી શરૂ થતા. ત્યાંથી તે ભાગી ગયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારવામાં આવી હતી, તે સ્થળે હાજર ન હતો.

મહત્વપૂર્ણ છે કે બુલંદશહરના સ્યાના ખાતેના ચિંગરાવટીમાં ગૌહત્યાની આશંકાને પગલે ભીડ દ્વારા કરવામાં આવેલી હિંસામાં તેનાત ઈન્સ્પેક્ટર સુબોધસિંહ અને સુમિત નામાના અન્ય યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલામાં 27 નામજદ શખ્સો અને પચાસથી સાઠ અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ,

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV