GSTV
India News Trending

વિડીયો : બરફવર્ષા વચ્ચે સ્નો સ્કુટર લઈને LoC પર તૈનાત સેનાના જવાન, જાણો… કેવી રીતે કરે છે કામ

સમગ્ર ઉત્તર ભારત અત્યારે ઠંડીની લપેટમાં છે. ઊંચાઈમાં વધારા સાથે તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને પારો માઈનસથી પણ અનેક ડિગ્રી નીચે પહોંચી ગયો છે. આ કડકડતી ઠંડીમાં પણ ભારતીય સેનાના જવાનો દેશના નાગરિકોની સુરક્ષામાં તૈનાત છે.

બરફથી ઢંકાયેલા પહાડ પર પેટ્રોલિંગ કરી રહેલા જવાનોની સાથે સૈનિકોનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જવાન સ્નો સ્કૂટરનો ઉપયોગ કરી પાકિસ્તાનની સરહદ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા છે.

વીડિયોમાં બરફની મોટી ચાદર જ જોવા મળી રહી છે. આ બર્ફીલી અને થીજવી દેતી ઠંડીમાં પણ આર્મીના જવાનો સ્નો સ્કૂટર સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ વીડિયો જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં LOC નજીકનો છે.

કેટલાક વર્ષો પહેલા જ ભારતે ચીન અને પાકિસ્તાનની સરહદો પર ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્નો સ્કૂટર તૈનાત કર્યા હતા. આ સ્કૂટર ભારતે અમેરિકા પાસેથી લીધા છે. આ સ્કૂટરોની મદદથી બરફવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું સરળ થઈ જાય છે. આ સ્કુટર્સ હાઇડ્રોલિક બ્રેકથી સજ્જ છે. તેની કાર્બોરેટેડ ઇગ્નિશન સિસ્ટમમાં એક વખતમાં 41 લિટરથી વધુ ઈંધણ ભરી શકાય છે. તે વિશ્વભરના દેશો દ્વારા બરફવાળા વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતા સૌથી અદ્યતન પેટ્રોલ વાહનોમાંનું એક છે.

કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા ચાલુ છે જેના કારણે શ્રીનગર એરપોર્ટ પર વિમાનોની અવરજવરને પણ અસર થઈ છે સાથે જમ્મુ-શ્રીનગર હાઈવે પણ સતત ત્રીજા દિવસે બંધ છે. ઓછી વિઝિબિલિટીના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ઉડાન ભરતી લગભગ 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હિમવર્ષાના કારણે માતા વૈષ્ણોદેવીના દર્શન માટે બેટરી કાર અને હેલિકોપ્ટર સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

GUJARAT ELECTION / જસદણ વિધાનસભા બેઠકઃ 2018માં પહેલીવાર ભાજપે અહીં પેટાચૂંટણી જીતી, આવો છે આ બેઠકનો ઈતિહાસ

Kaushal Pancholi

ભાજપનું મિશન 2024 / મુસ્લિમ વોટ બેંક પર નજર, પક્ષ મજબૂત કરવા પર ભાર, જાણો શું છે પાર્ટીના એક્શન પ્લાન?

Akib Chhipa

1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા સંભળાશે ભારત, દેશના 100 સ્મારકો રોશનીથી ઝળહળી ઉઠશે

Hardik Hingu
GSTV