GSTV
Home » News » કચ્છનો આ યુવાન આપી રહ્યો છે આર્મી કે પોલીસ જોડાવા માટે ફ્રીમાં ટ્રેનિંગ

કચ્છનો આ યુવાન આપી રહ્યો છે આર્મી કે પોલીસ જોડાવા માટે ફ્રીમાં ટ્રેનિંગ

દેશસેવા અર્થે આર્મી કે પોલીસ જોડાવાનું ઘણા યુવાનોનું સપનું હોય છે. પણ યોગ્ય માર્ગદર્શનનો અભાવે ઘણીવખત આ સપનું સાકાર થઇ શકતું નથી. ત્યારે આ વાત છે સરહદી જિલ્લા કચ્છની. જ્યાં ભુજ ખાતે 35 જેટલા યુવક -યુવતીઓ સેનામાં જોડાવા માટે શારીરિક કસોટીઓ પાર કરી રહ્યા છે. ભૂજ ખાતે સશસ્ત્ર પોલીસ અને સેનામાં જોડાવા માંગતા આ યુવક યુવતીઓનું ગૃપ અન્યો માટે પ્રેરણાદાયી છે. ભુજના લાલન કોલેજના ગ્રાઉન્ડમાં 35 જેટલા યુવક યુવતીઓ દરરોજ સવારે અને સાંજે ફ્રીમાં અપાતી ફિઝિકલ ટ્રેનિંગ લઇ રહ્યા છે.

આર્મીની ભરતી માટે ફિઝિકલ રીતે તૈયાર હોવું જરૂરી છે ત્યારે યુવાઓ એકબીજામાં શિસ્તતા કેળવી તૈયારી કરી રહ્યા છે. તેમને ટ્રેનિંગ આપનાર યુવાન લખન ચારણ દરેક યુવા યુવતીઓને અપીલ કરે છે કે જો તેમનું સપનું હોય કે દેશ સેવા કરવી છે આર્મી કે પોલીસમાં જણાવું છે તો તેમને પૂરતો સહયોગ મળશે. આપણે ત્યાં ફાસ્ટફૂડ યુગમાં આજનું યુવાધન ફિઝિકલી ફિટ રહેતુ નથી. ત્યારે આ ગ્રુપથી પ્રેરણા લઇને જો યુવાવર્ગ આ રીતે ફિઝિકલી ફીટ રહે તો ચોક્કસપણે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.

READ ALSO

Related posts

WhatsApp યુઝર્સ સાવધાન…! મીડિયા પર મોકલેલી ફાઈલ્સમાં હેકર્સ કરી શકે મોટી હેરાફેરી

Dharika Jansari

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

કાંકરિયા દુર્ઘટનામાં FSLની પ્રાથમિક તપાસમાં થયો મોટો ચોકાવનારો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!