GSTV
Gujarat Government Advertisement

હવે સફળ નહી થાય ખંધા ચીનની એક પણ ચાલ, ડ્રેગન પર નજર રાખવા માટે સેનાનો છે આ માસ્ટર પ્લાન

સૈનિક

Last Updated on January 2, 2021 by Bansari

ભારતીય લશ્કર ટૂંક સમયમાં એક ડઝન હાઇ પર્ફોર્મન્સ બોટ ખરીદશે. લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે આવી બોટની જરૂર હતી.ગયા વર્ષના એપ્રિલથી ચીન સરહદી વિસ્તારમાં સતત અટકચાળા કરી રહ્યું હતું. ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવા તેમજ કેટલાક ભારતીય પ્રદેશને પોતાના ગણાવવા ચીને પોતાના લશ્કરને લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર નજીક તહેનાત કર્યું હતું. જો કે ભારતીય લશ્કરના જવાંમર્દ જવાનોએ બહાદૂરીથી ચીની લશ્કરને હંફાવીને પીછેહટ કરાવી હતી. આમ છતાં ચીની લશ્કરના જવાનો વારંવાર ભારતીય સરહદમાં ઘુસી આવતા હતા. બેચાર વખત ભારત અને ચીનના લશ્કરના જવાનો બાથંબાથી પર આવી ગયા હતા.

ચીની સૈનિકોને ઠંડી ભારે પડી

દરમિયાન, શિયાળાની અસર શરૂ થતાં ચીની સૈનિકોને ઠંડી ભારે પડી હતી અને ચીની સૈનિકોને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા. એક બાજુ વાટાઘાટનું નાટક કરીને બીજી બાજુ ચીન સતત લશ્કરી કુમક વધારી રહ્યું હતું. હવે પેંગોંગ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ભારતીય લશ્કરે 12 હાઇ પર્ફોર્મન્સ બોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. સંરક્ષણ મંત્ર્યાલયે આ ખરીદીને બહાલી આપી હતી.ભારતીય લશ્કરે પોતાની જરૂરિયાત જણાવીને ગોવા શીપયાર્ડને આવી બોટ બનાવવાની વરદી આપી હતી. ગોવા શીપયાર્ડે ગુરૂવારે આ વરદીની વાતને સમર્થન આપ્યું હતું.

ચીન

માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં 50 હજાર ભારતીય જવાનો ખડેપગે

અત્યારે પૂર્વ લદ્દાખમાં ભારતીય લશ્કરના 50 હજાર જવાનો ફરજ બજાવી રહ્યા છે. અત્યારે તાપમાન માઇનસ 20 ડિગ્રી જેટલું થઇ ગયું હતું. આવી પરિસ્થિતિમાં પણ ભારતીય જવાનો ચીનની સાથે લડી લેવા તૈયાર હતા એમ લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું. ચીન સાથે મંત્રણાના આઠ તબક્કા પૂરા થયા પરંતુ હજુ ચીને પોતાનું લશ્કર પાછું ખેંચ્યું નથી એટલે ભારતીય લશ્કરે સાવધ રહેવું પડે છે.હવે પેંગોંગ સરોવર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા માટે હાઇ પર્ફોર્મન્સ બોટની જરૂર જણાતાં ભારતીય લશ્કરે આવી બાર બોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ચીની હિલચાલ પર સતત નજર રાખવાની ભારતીય લશ્કરને ફરજ પડી રહી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!