GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દુશ્મનને જવાબ આપવા માટે ટી-90 ટેંકને વધારે તાકતવર બનાવી રહી છે સેના

ભારતીય સેના પોતાની ક્ષમતામાં વધારો કરવાના પ્રયાસના ભાગરૂપે પોતાની ટી-90 મુખ્ય યુદ્ધ ટેંકને થર્ડ જનરેશનની મિસાઇલ સિસ્ટમથી સજ્જ કરીને તેને વધુ સક્ષમ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં ટી-90 ટેંક લેજર નિર્દેશિત INVAR મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે.સેનાએ ટેંકમાં તેના સ્થાને થર્ડ જનરેશનની મિસાઇલ લગાવવાનો નિર્ણય કર્યો છે

પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજ મુજબ વર્તમાન INVAR મિસાઇલની ડિઝાઇન રેંજ અને લક્ષ્યની ગહેરાઇ એટલે કે ડીઓપીના મામલે વધુમાં વધુ મર્યાદા સુધી તૈયાર કરાઇ છે.. ત્યારે આ ટેંકને આગામી જનરેશનની મિસાઇલોથી સજ્જ કરવી અનિવાર્ય બની જાય છે. મિસાઇલ લક્ષ્ય પર નિશાન સાધવામાં કેટલા લાંબા અંતર સુધી જઇ શકે છે તેને ડીઓપી કહેવામાં આવે છે.

રશિયા દ્વાર નિર્મિત ટી-90 ટેંક ભારતીય સેનાના આક્રમક હથિયારોનો મુખ્ય આધાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે થર્ડ જનરેશનની મિસાઇલને 800-850 એમએમની ડીઓપી પ્રાપ્ત કરવી જોઇએ.તે દિવસ ઉપરાંત રાત્રે પણ 8 કિલોમીટરના અંતર સુધી લક્ષ્ય ભેદવામાં સક્ષમ હશે.સૂત્રો મુજબ આ મિસાઇલ સ્થિર લક્ષ્યોની સાથે સાથે ગતિશીલ લક્ષ્યોને પણ ભેદી શકશે.

સેના ટી-90 ટેંક માટે મોડ્યુલર એન્જિન લગાવવાનો પ્રોજેક્ટ પર કામ કરાઇ રહ્યું છે,કે જેથી ઉંચાઇ પર થનારા યુદ્ધમાં પણ હુમલો કરવાની ક્ષમતા વધી શકે. ક્ષેત્રમાં ઉભરી રહેલા પરિદ્રશ્યો પર વિચાર કરતા સરકારે સેનાની આક્રમણ ક્ષમતા વધારવા માટે છેલ્લા કેટલાક મહિનાઓમાં મહત્વના પગલા ભર્યા છે.ગત મહિને સરકારે સેનાને તે અધિકાર આપ્યો હતો કે તે નાના સમયગાળ માટે થતા ભિષણ યુદ્ધમાં પોતાની તૈયારી માટે મહત્વપૂર્ણ યુદ્ધ ઉપકરણ સીધા ખરીદી શકે છે.

Related posts

LAC પર બેકફૂટ આવ્યું ચીન, 62 ચોકી અને પોસ્ટ હટાવી દીધી છતાં ભારતીય સેના છે હાઈએલર્ટ

Harshad Patel

આ છે ડેરી ફાર્મ લોન આપનાર મુખ્ય બેંકો, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

pratik shah

આંદામાનમાં ચીનને ઘેરવા ભારતે પી 8 આઇ વિમાન ગોઠવ્યું, દુશ્મનની સબમરીનને વીંધવાની સાથે આવી ધરાવે છે ખાસિયતો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!